રાજપીપલા:
વેલીયન્ટ ક્રિકેટ ટીમ ગુજરાતમાં છેલ્લા8 વર્ષ થી ગ્રામીણકક્ષા એ ક્રિકેટરોને પ્રમોટ કરી રહ્યા છે.આ સત્કાર્યો માં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન શર્મા વેલીયન્ટ ક્રિકેટ ટીમ ના મેન્ટર છે અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને એશિયા કપના હીરો સુરીન્દર ખન્ના કોચ તરીકે સાથે જોડાયા છે.છેલ્લા 8 વર્ષમાં ઘણી નાની મોટી ટુર્નામેન્ટ દ્વારા ગ્રામિણકક્ષાના ખેલાડીઓને વેલીયન્ટ ક્રિકેટ એ માર્ગદર્શન પૂરું પાડ્યું છે.ઈવા સંદર્ભે ભારતમાં પ્રથમવાર રમાનાર વેલીયન્ટ સુપર સિકસીસ 2018 (6-6ઓવર મેચ)નું આયોજન થવા જઈ રહ્યું છે.જે ભારત માં પ્રથમવાર જ રમાશે.આ પેહલા દર વર્ષે સુપર સિકીસ ટુર્નામેન્ટ હોંગ કોંગ માં રમાતી હતી ત્યારે વિદેશોની જેમ સુપર સિક્સ નો દોર ભારત માં શરૂ થનાર છે.જેમાં નર્મદા જિલ્લા ના ક્રિકેટર વિશાલ પાઠક ની પણ પસંદગી થઈ છે.આ વેલીયન્ટ સુપર સિક્સ માં ઇન્ટરનેશનલ ક્રિકેટર અને ઓમાન તરફ થી ટી-20 વર્લ્ડ કપ રમેલા જતિન્દરસિંગ,નેપાળ ઇન્ટરનેશનલ ક્રિકેટર દીપેશ ખત્રી અને વેલીયન્ટ ક્રિકેટ ટિમ ના ખ્યાતનામ ક્રિકેટર વિપુલ નારીગરા,રિચિ શુક્લા, ગૌરાંગ દવે અને નર્મદા જિલ્લા ના વિશાલ પાઠક પણ આ સુપર સિક્સ ની મેચો રમશે અને આ સુપર સિક્સ ની મેજબાની ગુજરાત કરી રહ્યું છે જેમાં ચાર ટિમો ભાગ લેશે.આ ચાર ટિમો માં વેલીયન્ટ કોલ્ટસ જેના કેપ્ટન વિપુલ નારીગરા,એવેન્જર સ્ટ્રકસ જેના કેપ્ટન ઓમાનના ક્રિકેટર જતિન્દરસિંગ,માયટી વોલ્કેનો જેના કેપ્ટન નેપાળના ક્રિકેટર દીપેશ ખત્રી અને આર્મી રેંજર્સ જેના કેપ્ટન રિચિ શુક્લા છે.હવે નર્મદા જિલ્લા ના ક્રિકેટર વિશાલ પાઠક કે જેને વીપીએલ 2017 માં રાજપીપલા કિંગ્સ ની કેપ્ટનશીપ કરી હતી અને પોતાની ટીમને સેમી ફાઇનલ સુધી પહોંચાડી હતી અને ટીમને સફળતા અપાવી હતી તે વિશાલ પાઠક ને કઈ ટીમ લેશે તે આગામી દિવસો માં ખબર પડશે.જોકે ચારેય ટિમો વિશાલ પાઠક ને પોતાની ટીમ માં રમાડવા માટે ઉત્ક્ષુકતા દાખવી રહી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






