ખુબ મોટી સંખ્યા માં નર્મદા જિલ્લા ના આદિવાસી, મુસ્લિમ સમાજ ભેગા મળી આવેદનપત્ર આપ્યું
રાજપીપલા:
રાજપીપલા ખાતે આજે ખુબ મોટી સંખ્યામાં મુસ્લિમ અને આદિવાસી આગેવાનો જોડાયા જેમાં ઈમ્તિયાઝઅલી કાદરી,પ્રફુલભાઇ વસાવા,કાદરી બાપુ,સલીમ સોલંકી,બહાદુરસિંગ વસાવા ,મહિલા અગ્રણીઓમાં શબાનાબેન આરબ,સુમિત્રાબેન રાઉલજી,સાબેરાબેન શેખ સહિત ખુબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ત્યારે જમ્મુ કાશ્મીર- કઠુઆમા એક 8વર્ષ ની મુસ્લિમ આદિવાસી સમાજની દિકરી આસિફા પર મંદિર જેવી પવિત્ર જગ્યામા ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો એ શરમજનક બાબત છે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘ આ ઘટનાને વખોડે છે. મહિલા સશક્તિકરણની વાતો, બેટી બચાવો અભિયાનની વાતો ની વિપરીત અસરો જોવા મળી રહી છે.ત્યારે આ બળાત્કારીને ફાંસીએ લટકાવાની માંગ કરાઇ છે.
બાદ ઉનાવ ની મહિલા ઉપર ભાજપ ના ધારાસભ્ય દ્વારા બળાત્કાર ગુજાર્યો. મહિલા ન્યાય માટે પોલીસ પાસે ગઈ તો ભાજપ ના ઘારાસભ્યના ભાઇએ પીડીતા ના પિતા ને ઢોર માર્યો જેથી તેઓ નું મુત્યુ થયું. ઉત્તર પ્રદેશ પોલીસ ભાજપ શાસન થી એટલું તો ગભરાયું કે તેઓ આરોપી ધારાસભ્ય ની ધરપકડ પણ ના કરી શક્યા.પીડિતા ઉપર બળાત્કાર કરી તેના પિતા ની હત્યા કરનારાઓને ફાંસીએ લટકાવવામાં આવે. કેન્દ્ર અને રાજ્યોમા આજે ભાજપ ની સરકાર છે જેથી સત્તા નો દુરુપયોગ કરી કેટલાક નેતાઓ મહિલાઓ પર અત્યાચાર કરી રહ્યા છે તો તેઓ ને કાબુ મા રાખવા કડક પગલાં ભરો તેવી પણ માંગ કરી હતી.
સુરત મા થયેલ માસુમ બાળકી ઉપર બળાત્કાર કરી હત્યા કરી નાખવામાં આવે તેને ન્યાય ક્યારે મળશે? રાજપીપળા ની શ્રમજીવી મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો એને ન્યાય ક્યારે મળશે? રાજકોટ ની 9 વર્ષ ની બાળા ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો.. આવી ઘટનાઓ હજી ક્યાં સુધી ચાલશે. શું બળાત્કારી ઓ ને કાયદાનો ડર નથી? કે પછી કાયદા મા રહેલી છટકબારીઓ થી બળાત્કારીઓ બચી રહ્યા છે?
એસ.સી,એસ.ટી એક્ટ મા જે સુપ્રીમ કોર્ટે દ્વારા સુધારો કરાયો છે. જેથી કરોડો મહિલાઓની સુરક્ષા જોખમાઈ છે. સુપ્રીમ કોર્ટે ના આદેશ ગૈર બંધારણીય છે. સરકાર એસ સી-એસ. ટી એક્ટ ની મુળ જેગવાઈ માટે ખરડો પસાર કરે તેવી તમામ માંગણીઓ સાથે આજે નર્મદા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું .
ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"