ભરૂચ,
તા.૧૭/૪/૨૦૧૮
ખેડૂતોને કેરી , ઘઉં અને જીરા પાકને નુકસાન થવાની ભીતી
એક તરફ રાજ્યમાં ગરમીનો પારો ૪૧થી ૪૨ ડિગ્રી આસપાસ પહોંચી ગયો છે. ત્યારે બીજી તરફ ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં પલટો જાવા મળ્યો હતો. હાંસોલ પંથકમાં કમોસમી વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. પરંતુ ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. કારણે કે ખેડૂતોને કેરી , ઘઉં અને જીરા પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.
એક તરફ ગરમી અને બીજી તરફ વરસાદ જેને લઈને હાલ ડબલ ઋતુનો અનુભવ લોકો કરી રહ્યાં છે. અહીં સવારથી વાદળછાયુ વાતાવરણ જાવા મળ્યું હતું. અને બપોર થતાં જ વરસાદી માહોલ છવાયો હતો. જેને લઈને લોકોએ ગરમીની ઋતુમાં વરસાદી માહોલની મજા માણી હતી.
મહત્વનું છે કે સતત ત્રીજા વર્ષે ખેડૂતો માટે રાહતના સમાચાર છે. જૂનના પ્રથમ સપ્તાહમાં જ ચોમાસાની ઋતુની શરૂઆ્રત થઈ જશે. અને આ વર્ષ ૯૭ ટકા વરસાદ પડે તેવી શક્્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. જેમાં ૯૭ ટકા વરસાદ થશે. જ્યારે દુષ્કાળની વાત કરીએ તો તેની સંભાવના ૦ ટકા છે. ઉલ્લેખનીય છે કે, ૯૪ ટકાથી ૧૦૪ ટકા સુધી વરસાદને સામાન્ય ગણવામાં આવે છે. જ્યારે જૂન મહિનામાં વરસાદ સામાન્યથી વધારે રહેશે. જુલાઇથી ઓગષ્ટ સુધીમાં ૯૬ ટકાથી ૯૭ ટકા વરસાદની આગાહી છે. આમ હાલ તો રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. અને લોકો ગરમીનો મારો સહન કરી રહ્યાં છે. ત્યારે ચોમાસુ વહેલુ થશે તે લોકોને ગરમીમાંથી રાહત મળશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






