સુરત,
તા.૧૭/૪/૨૦૧૮
જહાંગીરપુરામાં એક મિત્રના હાથે ૨૨ વર્ષીય મિત્રની હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. મોડી રાત્રે ગળું દબાવી યુવાનને ઢસડવામાં આવતા ઈજાગ્રસ્ત થયેલા યુવાનને હોસ્પટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો.
જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા એસએમસી આવાસમાં પિયુષ કાલીદાસ રાઠોડ(ઉ.વ.૨૨) રહેતો હતો. અને વેલ્ડીંગ કામ કરી ગુજરાન ચલાવતો હતો. મોડી રાત્રે આવાસ બહાર મિત્રો સાથે હતો. દરમિયાન ચિરાગ પટેલ નામના મિત્ર સાથે કોઈ બબાતે ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બનતા ચિરાગે પિયુષનું ગળું દબાવી ૨૦ ફૂટ જેટલો ઢસડ્યો હતો. અને મોં પર મુક્કા માર્યા હતા. જેથી પિયુષ બેભાન થઈ ગયો હતો. જેથી તેને ખાનગી હોસ્પટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





