અગરતલા,
તા.૧૮/૪/૨૦૧૮
મોદીએ ફેસબુક,વ્હોટ્સએપ, ટ્વીટરને લોકોમાં પ્રચલિત કર્યા
ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લબકુમાર દેવે ઈન્ટરનેટને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ભાજપના નેતા બિપ્લબકુમારે નવી વૈજ્ઞાનિક થિયરી આપતા દાવો કર્યો છે કે ઈન્ટરનેટ મહાભારત કાળમાં પણ હતું અને મહાભારતકાળમાં તેનો ઉપયોગ પણ થતો હતો.
ત્રિપુરાના મુખ્યપ્રધાને આ નિવેદન આસામના ગૌહાટી કાતેના એક જાહેર કાર્યક્રમમાં આપ્યું હતું. તેમણે કહ્યું હતુ કે ભારત યુગોથી ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યું છે. મહાભારતમાં સંજયે ધૃતરાષ્ટને યુદ્ધના મેદાનની સ્થિતિ જણાવી હતી. આમ ઈન્ટરનેટ અને ટેક્નોલોજીને કારણે થયું છે.
બિપ્લબકુમારે દાવો કર્યો છે કે મહાભારત કાળમાં સેટેલાઈટ પણ હતા. આ કાર્યક્રમમાં ત્રિપુરાના મુખ્યપ્રધાને ભારતનને ડિજિટલ યુગની દિશામાં આગળ વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું છે કે મોદીએ ફેસબુક, વ્હોટ્સએપ અને ટ્વીટરને લોકોમાં પ્રચલિત કર્યા છે.
હવે રાજ્યોના મુખ્યપ્રધાનો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી રહ્યા છે. હાલની રાજનીતિમાં સોશયલ મીડિયાના ઉપયોગના વખાણ કરતા ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લબકુમાર દેવે કહ્યું છે કે ભારત એક પ્રાચીન સભ્યતા છે અને ભારતના લોકો લાંબા સમયથી ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આ ભારતીયો માટે નવું નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







