એપ્રિલથી બજારમાં ઠલવાશે સરકારી મગફળી : સિંગતેલ સસ્તુ થવાની આશા

0
61

ગાંધીનગર,
તા.૨૯/૦૩/૨૦૧૮

ગુજરાતમાં ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં મગફળીનું વિક્રમી ૩૦થી ૩૨ લાખ ટનનું ઉત્પાદન થયું હોવાથી ચાલુ વર્ષે સિંગતેલનાં ભાવ સરેરાશ નીચા જ ચાલી રહ્યાં છે. ગત વર્ષે આજ સમયે સિંગતેલનાં ડબ્બાનો ભાવ ૧૮૦૦થી ૧૮૫૦નો હતો. આમ ગત વર્ષની તુલનાએ સિંગતેલનાં ભાવ ડબ્બાદીઠ ૩૦૦થી વધુ નીચા ક્વોટ થઈ રહ્યાં છે.

સિંગતેલનાં ભાવ ધીમી ગતિએ ઘટી રહ્યાં છે, પરંતુ આગામી મહિને તેમાં વધુ ઘટાડો થાય તેવી સંભાવનાં છે. સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાનાં ભાવથી ખરીદી કરેલી મગફળીનાં વેચાણ માટે નાફેડ આગામી સપ્તાહથી વેચાણનું ટેન્ડર બહાર પાડી રહી છે. જા યોગ્ય ભાવથી મગફળીનું વેચાણ થશે તો આગામી દિવસોમાં સિંગતેલનાં ભાવ વધુ ઘટે તેવી સંભાવનાં છે.

સિંગતેલનાં ૧૫ કિલો નવા ડબ્બાનો ભાવ હાલ ૧૪૯૦થી ૧૫૦૦ ચાલે છે, જે એક મહિના પહેલા ૧૫૫૦થી ૧૫૬૦ની વચ્ચે હતાં. આમ ધીમી ગતિએ ડબ્બાનો ભાવ ૫૦થી ૬૦ ઘટ્યો છે, પરંતુ આગામી દિવસોમાં ભાવમાં વધુ ઘટાડો થાય તેવી સંભાવનાં છે.

સિંગતેલનાં એક વેપારીએ જણાવ્યું હતું કે સરકારે પાસે કુલ ૯થી ૧૦ લાખ ટન મગફળી પડી છે, જેનું વેચાણ બીજી એપ્રિલથી નાફેડ ઓક્શન મારફતે શરૂ કરી રહી છે. પરિણામે મગફળીનો પુરવઠો વધશે, જેને પગલે મગફળી અને સિંગતેલ બંન્નેનાં ભાવ ઘટે તેવી સંભાવનાં છે. બીજી તરફ એચપીએસ સિંગદાણાનાં નિકાસ વેપારો હાલ સાવ ઠપ્પ થઈ ગયાં છે, જેને પગલે પણ બજારમાં નરમાઈનો માહોલ જાવા મળી રહ્યો છે. સિંગતેલનાં ભાવમાં ડબ્બે સરેરાશ ૨૫થી ૫૦નો ઘટાડો થાય તેવી ધારણાં છે..

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY