ન્યુ દિલ્હી,
તા.૧૮/૪/૨૦૧૮
દિલ્હીમાં એક ઉબર કેબ ડ્રાઈવર દ્વારા મહિલા પ્રવાસી સાથે અશ્લીલ હરકત કરવામાં આવી હોવાની વધુ એક ઘટના સામે આવી છે. કેબ સર્વિસનો આરોપી ડ્રાઈવર મહિલાને એરપોર્ટ લઈ જઈ રહ્યો હતો.
મહિલાની ફરિયાદના આધારે પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો છે. બાદમાં ડ્રાઈવરને કોર્ટે જ્યુડિશયલ કસ્ટડામં મોકલી આપ્યો છે. આ કેબ ડ્રાઈવરનું લાયસન્સ પણ નકલી હોવાનું સામે આવ્યું છે. આ ચૂકને કારણે એપ બેસ્ડ કેબ સર્વિસ ઉબરની સિસ્ટમ સામે પણ સવાલ ઉભો થયો છે.
દિલ્હી પોલીસ મુજબ આ ઘટના પંદરમી એપ્રિલની છે. નવી દિલ્હીના ડીસીપી મધુર વર્માએ જણાવ્યું છે કે મહિલાએ એરપોર્ટ ઉપર ઉબર કેબ બુક કરાવી હતી. કેબમાં રાત્રિના સમયે મહિલાને એકલી જાઈને ડ્રાઈવરે કાર ચલાવતી વખતે જ તેની સામે અશ્લીલ હરકત કરવા લાગ્યો હતો.
મહિલાનું તેના તરફ ધ્યાન ગયું હતું. પરંતુ સુમસામ રસ્તો હોવાને કારણે મહિલાએ મૌન રહેવાનું પસંદ કર્યું હતું. જ્યારે કાર એક જનપથ પર પહોંચી તો મહિલાએ એક પોલીસ પિકેટ જાઈ હતી. મહિલાએ ડ્રાઈવરને કાર રોકવા માટે જણાવતા તેને અંદેશો થઈ ગયો હતો કે તેની પોલીસ ફરિયાદ થવાની છે. તેને કારણે ડ્રાઈવર કાર લઈને ભાગી ગયો હતો. એપ બેસ્ડ કેબ હોવાના કારણે મહિલા પાસે ડ્રાઈવર અને તેની ગાડી એમ બંનેના નંબર હતા.
દિલ્હી પોલીસે રાત્રે જ સર્ચ અભિયાન હાથ ધરીને ડ્રાઈવરની ધરપકડ કરી હતી. બીજા દિવસે ડ્રાઈવરને કોર્ટમાં રજૂ કરીને પોલીસે એક દિવસની રિમાન્ડ મેળવી હતી. બાદમાં ડ્રાઈવરને જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





