ઇમરાન વડાપ્રધાન પદ માટે મજબૂત દાવેદાર છે : રિપોર્ટ

0
25

ઇસ્લામાબાદ,તા. ૨૪
પાકિસ્તાનની રાજનીતિના જાણકાર લોકોનું કહેવું છે કે, પાકિસ્તાની સેનાએ દેશની સૌથી મોટી રાજકીય પાર્ટીઓ ખાસ કરીને પાકિસ્તાન મુસ્લમ લીગ-નવાઝ અને પાકિસ્તાન પિપલ્સ પાર્ટીને જીતવા માટે પુરતી તક આપી નથી. આવી સ્થતિમાં પ્રશ્ન એ છે કે, ઇમરાન ખાનને જીત અપાવવાથી કોને ફાયદો થશે. પાકિસ્તાની સેના ઉપર ઇમરાન ખાનને સાથ આપવાનો આક્ષેપ થઇ રહ્યો છે. જેલમાં રહેલા નવાઝ શરીફની પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, તેમની અને તેમની પાર્ટીની સામે કાવતરા ઘડવામાં આવી રહ્યા છે. પનામા પેપર લીકના મામલામાં નવાઝ શરીફ પહેલાથી જ ફસાઈ ચુક્યા છે. નવાઝ શરીફ પોતાની પુત્રી અને જમાઈની સાથે ભ્રષ્ટાચારના કેસના મામલામાં જેલમાં છે. બીજી તરફ તેમની પાર્ટીના ઉમેદવારોને રોકવામાં આવ્યા છે અથવા તો અન્ય કારણોસર અયોગ્ય જાહેર કરાયા છે. નવાઝ શરીફ અને સેનાના વરિષ્ઠ જનરલો વચ્ચે અર્થવ્યવસ્થા અને ભારતની સાથે સંબંધોને લઇને મતભેદ રહ્યા છે. નવાઝ શરીફને એક એવા નેતા તરીકે ગણવામાં આવે છે જે ભારત સાથે મંત્રણાની તરફેણ કરે છે પરંતુ પાકિસ્તાની સેના આનો વિરોધ કરે છે. બીજી બાજુ ઇમરાન ખાન ખુલ્લીરીતે સેના પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કરી ચુક્યા છે. ઇમરાન ખાન કહી ચુક્યો છે કે તે પાકિસ્તાની સેના છે. દુશ્મન સેના નથી. તેઓ સેનાને સાથે લઇને ચાલવામાં રસ ધરાવે છે. આવી સ્થતિમાં ઇમરાન ખાનને જીતવા માટે પાકિસ્તાની સેનાએ તાકાત લગાવી દીધી છે. સેના ઉપર ઇમરાન ખાનને ટેકો આપવાના આક્ષેપો પણ થઇ રહ્યા છે. હાલમાં કરવામાં આવેલા ઓપિનિયન પોલ અને સર્વેમાં ઇરારાનની પાર્ટી મજબૂતરીતે ઉભરી રહી છે. પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ પાર્ટીના પ્રમુખ તરીકે ઇમરાન ખાન છે અને સૌથી મજબૂત દાવેદાર વડાપ્રધાન પદ માટે ગણવામાં આવે છે. વર્ષ ૨૦૧૪માં દેશભરમાં ઇમરાને નવાઝ શરીફ સરકારની સામે ભ્રષ્ટાચારના આરોપોને લઇને દેખાવો કર્યા હતા. રાજીનામાની માંગ પણ કરી હતી. છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ ખેબર પખ્તુનખ્વામાં સરકાર ચલાવી રહી છે. પોતાના હરીફોની સરખામણીમાં ઇમરાન ખાન સોશિયલ મિડિયા ઉપર પણ ચર્ચા સ્પદ છે. ઇમરાન ખાને ગરીબોને આવાસ, વિજળી, શિક્ષણ અને આરોગ્ય સેવાની સ્થતિ સુધારવા અને સરકારમાં ભ્રષ્ટાચાર પર કાર્યવાહી કરવા જેવા વચન ઉપર ચૂંટણી લડી રહ્યા છે. પાકિસ્તાનમાં ચૂંટણીને લઇને દરેક પાર્ટી સારો દેખાવ કરવા ઇચ્છુક છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY