કોલકાત્તા,
તા.૧૮/૪/૨૦૧૮
ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા ખોરવાઈ,મેટ્રો સેવા પર અસર પડી
પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં મંગળવારે સાંજે તેજ હવાની સાથે ભારે વરસાદ પડ્યો હતો, જેમાં ૧૧ લોકોના મોત નિપજ્યાં છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પવન ૮૪થી ૯૮ કિલોમીટરની ઝડપે ફુંકઈ રહ્યો હતો. તેજ હવાને કારણે અનેક ઝાડ પડી ગયા તો કેટલાંક ઘરોની છત પણ ઉડી ગઈ હતી. અનેક જગ્યાએ જામ લાગી ગયા હતા, લોકોને ઓફિસ કે બજારમાંથી ઘરે પહોંચવાની મુશ્કેલી થઈ હતી.
હવામાન વિભાગના રીઝનલ ડાયરેકટર જીકે દાસે જણાવ્યું કે, “આ મૌસમમાં આ પ્રકારની આંધી-તોફાન આવે તે સામાન્ય વાત છે. સાંજે લગભગ ૭-૫૫ વાગ્યે કોલકાતા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં લગભગ ૯૮ કિલોમીટર પ્રતિ કલાકે પવન ફુંકાયો હતો. કેટલીક જગ્યાએ પવનની સ્પીડ ૮૪ કિલોમીટર પ્રતિ કલાક હતી.”ભારે પવનના કારણે અનેક જગ્યાએ નુકસાન પણ થયું હતું. કોલકાતા પોલીસે જણાવ્યું કે શહેરમાં ઓછામાં ઓછી ૨૬ જગ્યાએ ઝાડ પડી ગયા હતા.
ભારે પવન અને તેજ વરસાદના કારણે લગભગ ૧૧ લોકોનાં મોત નિપજ્યાં છે. કોલકાતામાં ચાર, હાવડામાં ચાર લોકોના જીવ ગયાં છે. તો એક શખ્સનું મોત બાંકુરા જિલ્લામાં થયું છે. તો આ દૂર્ઘટનામાં કેટલાંક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.
અનેક વિસ્તારોમાં મેટ્રો પર પણ અસર પડી હતી. બેલગાચિયા અને ડમડમ સ્ટેશન વચ્ચે મેટ્રો સર્વિસ લગભગ ૨ કલાક બંધ કરવી પડી હતી. ટ્રેક પર પાણી ભરાતાં અને ઝાડ પડવાની અનેક ફરિયાદો મળી. આવી જ હાલત શહેરના અન્ય વિસ્તારોમાં પણ જાવા મળી.
તોફાનના કારણે કોલકાતા અને તેનાથી જાડાયેલાં વિસ્તારોમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા પર પણ અસર પડી છે. ઉત્તરપારા અને હિંદમોટરમાં બે મોબાઈલ ટાવર ધ્વસ્ત થઈ ગયા છે જેના કારણે ટ્રાફિક સમસ્યાને અસર થઈ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






