ભારતમાં ડ્રગ્સની દાણચોરીમાં નાઈજીરિયન પહેલા અને નેપાળ બીજા ક્રમે

0
20

ન્યુ દિલ્હી,
તા.૧૮/૪/૨૦૧૮

નાર્કોટિક કન્ટ્રોલ બ્યૂરોના અહેવાલમાં ખુલાસો

ગયા વર્ષે ભારતમાં દાણચોરી દ્વારા ડ્‌ગ્સને ધુસાડનાર વિદેશીઓમાં ૪૦ ટકા એકલા નાઇજીરિયાના હતા, એમ નારિકોટિક કન્ટ્રોલ બ્યુરોના છેલ્લા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૭ માટે ભેગા કરેલા આંકડાઓ મુજબ ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરવા બદલ કુલ ૩૯૭ વિદેશીઓ પકડાયા હતા જેમાંથી ૧૫૭ નાઇજીરિયનો હતા.

તેમના પછીના ક્રમે હતા નેપાળના ૯૫, મ્યાંમારના ૪૬ અને દક્ષિણ આફ્રિકાના ૧૩ દાણચોરો. ડેટા અનુસાર, આવા ધૃણાસ્પદ અપરાધ માટે જે વિદેશીઓ પકડાયા હતા તેમાં સૌથી વધુ એટલે કે ૪૦ ટકા નાઇજીરિયાના હતા. કેફી દ્રવ્યો પર નિયંત્રણ કરવાની જેમના માથે જવાબદારી છે તે નાર્કોટિક કન્ટ્રોલ બ્યુરોએ પોતે ૨૧ નાઇજીરિયનોને પકડયા હતા જ્યારે બાકીના વિવિધ પોલીસ એકમો સહિતના અન્યો દ્વારા પકડાયા હતા.

નાર્કોટિક વિરોધી ટીમના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે આ આંકડાઓ દર્શાવે છે કે ડ્‌ગ્સની દાણચોરીમાં નાઇજીરિયનો અને આફ્રિકા ખંડના અન્ય દેશોના નાગરિકો સૌથી આગળ હતા. તેમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૧૬માં કેફી દ્રવ્યોની દાણચોરી માટે ૬૮ નાઇજીરિયનો અને ૯૧ નેપાળીઓ પકડાયા હતા. તેમના પછીના ક્રમે હતા મ્યાંમારના ૨૭ અને દક્ષિણ આફ્રિકાના પાંચ નાગરિકો હતા.

વિદેશી નાગરિકોની ધરપકડનો આ આંકડો મોટાભાગે ગયા વર્ષ જેટલો જ છે.અમને જાણવા મળ્યું હતું કે પડકારો અને નબળી આર્થિક-સામાજીક સ્થિતિના કારણે આફ્રિકનોને દાણચોરીમાં ખેંચવામાં આવે છે’એમ તેમણે કહ્યું હતું. ‘આ તમામ કેસો તરફ સ્થાનિક એલચી ઓફિસ અથવા તો હાઇ કમિશનનું ધ્યાન દોરવામાં આવે છે’એમ તેમણે ઉમેર્યું હતું.

ગયા વર્ષે પકડાયેલા અન્ય દેશોના દાણચોરોમાં બોલિવિયાના સાત, બાંગ્લાદેશના ૬, શ્રી લંકાના ૬, યુગાન્ડા અને રવાન્ડાના છ છ અને વેનેઝુએલાના ચારનો સમાવેશ થતો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY