રિઝર્વ બેન્ક સિસ્ટમમાં રૂ.૧૨૦ અબજ ઠાલવશે

0
8

ન્યુ દિલ્હી,તા.૧૦
તહેવારોની સીઝપન દેશભરમાં ચાલી રહી છે ત્યારે ફંડની ડિમાન્ડને પહોંચી વળવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સરકારી બોન્ડની ખરીદી વિપુલ પ્રમાણમાં કરશે અને સીસ્ટમમાં રૂ.૧૨૦ અબજ ઠાલવી દેશે. ૧૧મી તારીખે આરબીઆઈ આ બોન્ડની ખરીદી કરશે તેમ બેન્કના સત્તાવાર વતુર્ળોએ જણાવ્યું છે. ૨૦૨૦ અને ૨૦૩૦માં જેમની મુદત પાકતી હોય તેવા લાંબી મુદતના બોન્ડની ખરીદી કરવામાં આવશે. બેન્કોનરી સિકવીડીટી જાળવવા સીસ્ટમમાં નાણા વેરવા જરૂરી છે અને બોન્ડની ખરીદી મારફત આરબીઆઈ ૧૨૦ અબજ રૂપિયા ઠાલવી દેશે. આરબીઆઈના સત્તાવાર નિવેદનમાં આ માહિતી અપાઈ છે.
ઓપન મારકેટ ઓપરેશન મુજબ સરકારી સિકયુરિટીની ખરીદી ૧૧મી ઓકટોબરે થશે અને ઓકશનનું પરિણામ પણ તેજ દિવસે જાહેર કરી દેવાશે. સીસ્ટમ પ્રમારે જ કામ કરવાની આરબીઆઈએ જાહેરાત કરી છે.
સામાન્ય રીતે લિકવિડીટી ઓવર થઈ ગઈ હતી તો તેને ઘટાડવા માટે આરબીઆઈ સિકયુરિટી વેચે છે. પરંતુ લિકવિડીટીની સ્થિતિ જયારે તંગ હોય છે ત્યારે આરબીઆઈએ સિકયુરિટીઝ ખરીદવી પડે છે તે એક પરંપરા જ રહી છે.
આરબીઆઈના પ્રવકતાએ સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, કેટલા પ્રમાણમાં સરકારી બોન્ડની ખરીદી કરવી તેનો નિર્ણય લેવાયો અધિકાર આરબીઆઈને મળેલો જ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY