કપડા સૂકવતી વખતે મહિલા સાતમા માળેથી નીચે પટકાતા મોતને ભેટી

0
19

રાજકોટ,
તા.૧૮/૪/૨૦૧૮

શહેરના મહિલા કોલેજ ચોક પાસે આવેલા મેરીગોલ્ડ એપાર્ટમેન્ટમાં કપડા સુકવતી વખતે મહિલા સાતમા માળેથી નીચે પટકાઇ હતી. તેને સારવાર માટે હોસ્પટલે ખસેડવામાં આવી હતી પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવાર અને આજુબાજુમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. મેરીગોલ્ડ નામના એપાર્ટમેન્ટમાં સાતમા માળેથી માયાબેન નામની મહિલા કપડા સુકવી રહ્યા હતા ત્યારે કોઇ કારણોસર તે નીચે પટકાયા હતા અને તેનું મોત થયું હતું.

સવારના સમયે માયાબેન નામની મહિલા ગેલેરી સાઇડ કપડા સુકવવા આવ્યા ત્યારે કોઇ કારણસર તે નીચે પટકાયા હતા અને પાર્કિંગમાં પડ્યા હતા. તેનું મોત નીપજ્યું હતું જા કે, બનાવની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી અને અન્ય કોઇ કારણ તો નથી તેની તપાસ હાથ ધરી હતી. સારવાર મળે તે પહેલા જ માયાબેને દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત મચી ગયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY