નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી યોજના વિજય રૂપાણીએ બંધ કરાવી દીધી

0
19

ગાંધીનગર,
તા.૧૮/૪/૨૦૧૮

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વાંચે ગુજરાત નામની યોજના શરૂ કરાવી હતી, સામાન્ય માણસ સુધી સારા પુસ્તકો ઓછી કિંમતમાં પહોંચે તે માટે તેમણે પુસ્તક મેળા પણ શરૂ કરાવ્યા હતા. જે ૨૦૧૭ સુધી ચાલ્યા હતા, પરંતુ વિજય રૂપાણી બીજી વખત મુખ્યમંત્રી થયા પછી તેમણે પુસ્તક મેળા નહીં કરવાનો નિર્ણય લીધો હોવાની જાણકારી મળી છે.

અમદાવાદમાં પ્રતિવર્ષ થતો પુસ્તક મેળો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હતો, જેમાં રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને કોઈ ખર્ચ પણ થતો ન્હોતો, મોટા ભાગના પુસ્તક મેળા રિવરફ્રન્ટ ઉપર થયા હતા, જ્યારે બે પુસ્તક મેળા જીએમડીસી કન્વેશન હોલમાં થયા હતા. પુસ્તક મેળામાં ભાગ લેનાર ગુજરાત અને દેશના પ્રકાશકો પુસ્તક મેળામાં ભાગ લેવા માટે કોર્પોરેશનને નિયત કરેલી ફિ પણ ભરતા હતા.

પુસ્તક મેળો ગુજરાત સ્થાપના દિવસ પહેલી મેથી શરૂ થતો હતો, જા કે તેનું આયોજન બે મહિના પહેલા શરૂ થઈ જતું હતું, ચાલુ વર્ષે અમદાવાદ કોર્પોરેશન દ્વારા પુસ્તક મેળા માટે કોઈ પણ પ્રકારની તૈયારી નહીં થતાં અમદાવાદના પ્રકાશક મંડળના આગેવાનો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારને મળવા પણ ગયા હતા, ત્યારે તેમણે ઘટતુ કરવાની કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું, જા કે સુત્રોની જાણકારી પ્રમાણે નરેન્દ્ર મોદી વાંચે ગુજરાત યોજના હવે વિજય રૂપાણી આગળ વધારવા માગતા નથી. જેના કારણે દરવખતે ૧લી મેના રોજ થતો પુસ્તક મેળો હવે થાય તેવી શકયતા નહીંવત રહી છે કારણે ૧લી મેને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY