નાંદોદ ખરીદ વેચાણ સંઘમાં ઘનશ્યામ પટેલની સહકાર પેનલ નો વિજય 

0
60

ચેરમેન તરીકે વિરાપોરના જગુ વસાવા અને વા.ચેરમેન તરીકે રજુવાડીયાના જગદીશ પટેલ સર્વાનુમતે ચૂંટાયા

રાજપીપલા :  નાંદોદ ખરીદ વેચાણ સંઘમાં સહકારી આગેવાન એવા ઘનશ્યામ પટેલની સહકાર પેનલ નો વિજય થયો જેમાં  તેમની પેનલ ના 15 સભ્યો બીનહરીફ ચૂંટાઈ આવ્યા,  આજ રોજ રાજપીપલા ખાતે ખરીદ વેચાણ સંઘની ઓફિસ ખાતે પ્રાંત અધિકારી અને મુખ્ય ચૂંટણી અધિકારી ધવલ પંડ્યા ની આગેવાની માં ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ અને જેમાં સર્વાનુ મતે ચેરમેન તરીકે વિરાપોરના જગુ શેખજી વસાવા અને વા.ચેરમેન તરીકે રજુવાડીયાના જગદીશ સોમા પટેલનું સર્વાનુમતે વિજેતા થયા હતા. સહકારી પિતામહ ગણાતા ઘનસ્યામ પટેલ વધુ એક સહકારી સંસ્થા જીતી પોતાનું કદ વિરોધીઓને બતાવી દીધું છે. ચેરમેન વાઇસ ચેરમેનને તેમને વિજેતાની શુભેચ્છાઓ આપી હતી.

આ બાબતે સહકારી આગેવાન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે આ ખેડૂતોની જીત છે અને ખેડૂતોના અનાજ અને પાક ને પોષણક્ષમ ભાવો મળે અને મોટા માર્કેટમાં ઉંચા ભાવો વધે એ દિશામાં કામગીરી કરશે।નાંદોદ ખરીદ વેચાણ સંઘ ના વિકાસતરફ આગેકૂચ કરવામાં આવશે ની વાત કરી હતી.

ચીફ રિપોર્ટર નર્મદા ભરત શાહ મોં ન 9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY