ન્યુ દિલ્હી,
તા.૮/૫/૨૦૧૮
રૂચી સોયા પર બેન્કના લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયાનું દેવું છે
બાબા રામદેવની કંપની પતંજલિ ખાદ્યતેલ બનાવનાર કંપની રૂચી સોયાને ખરીદવાની તૈયારીમાં છે. આ કંપનીને ખરીદવા માટે પતંજલિ આયુર્વેદ, ગોદરેજ એગ્રોવેટ, અદાણી વિલ્મર, ઈમામી એગ્રાટેક પણ બોલી લાગવી હતી. પતંજલિને હવે ખાદ્યતેલના બજાર પર નજર છે. દેવામાં ડૂબેલી રૂચી સોયાને ખરીદવા માટે પતંજલિએ સૌથી વધુ બોલી લગાવી છે.
આ ખબર બાદ રૂચી સોયાના શેરમાં ૧૫ ટકાનો ઉછાળો થયો છે અને અને તે ૧૫ રૂપિયે પહોંચી ગયો છે. બાબા રામદેવની કંપનીનો પહેલાથી જ આ કંપની સાથે કરાર છે. પહેલા ખબર જાણવા મળી હતી કે પતંજલિ રૂચી સોયાની દરેક એસેટ્સ ખરીદવા માંગે છે. માટે તેમણે તેની બોલી વધારી દીધી.
રૂચી સોયા પર બેંકના લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયાનું દેવું છે. કંપની નાદારી કાયદા હેઠળ વેચવામાં આવી રહી છે. રૂચી સોયા પાસે ઘણા ઉત્પાદન પ્લાન્ટ છે. તેલ બનાવી રહેલી આ કંપની પાસે ન્યૂટ્રેલા, મહાકોષ, સનરીચ, રૂચી સ્ટાર અને રૂચી ગોલ્ડ જેવા બ્રાંડ છે. અદાણી બિલ્મરે પણ આ માટે બોલી લગાવી છે. આ કંપની ફોર્ચ્યુન નામથી તેલ વેચી રહી છે.
રૂચી સોયા દ્વારા બાબા રામદેવને HUL ટક્કર આપવામાં મદદ મળશે. કંપની ૩થી ૪ વર્ષમાં HUL ટનઓવરને પાર કરવા માંગે છે. આચાર્ય બાલકૃષ્ણએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘ પતંજલિ પાછલાં વર્ષ કરતા આ વર્ષે ઝડપથી ગ્રો કરી રહી છે. આશા છે કે કંપની HUL ટનઓવરને આવતા ૩ ૪ વર્ષમાં પાછળ પાડી દેશે. પતંજલિની બોલી પર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



