દૂધધારા ડેરીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતાં કામદારોને અચાનક નોકરી માંથી છુટા કરી દેતાં કામદારો મુશ્કેલીમાં મુકાયા

0
412

ભરૂચ;

ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમિટેડ ભોલાવ પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતાં ૨૫ જેટલા કામદારોને અચાનક છુટા કરી દેતા મુશ્કેલીમાં મુકાયા છે.

ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમિટેડ ભોલાવ પ્લાન્ટમાં છેલ્લાં ૧૦ થી ૧૨ વર્ષથી કામ કરતાં કામદારોને કાયમી કરવા બાબતે રાષ્ટ્રીય મજદૂર સંઘ દ્રારા કોર્ટમાં કેશ ચાલતો હોઈ હાલમાં અયોગ્ય મજુર પ્રથા આચરી આઈ.ટી. એકટની કલમ ૩૩(એ)નો ભંગ કરી નોકરીની શરતોમાં ફેરફાર કરી નવા કોન્ટ્રાક્ટર એનફોર્સ ગ્રુપ દ્રારા કામદારો પાસેથી એડવાન્સ રાજીનામાં ઉપર સહીઓ કરાવવાનું કહેતા કામદારો દ્રારા આ એડવાન્સ રાજીનામાંના ઉપર સહીઓ કરવાની ના પાડતા આશરે ૨૫ જેટલાં કામદારોને અચાનક નોકરી ઉપર થી છુટા કરી દેવામાં આવતા કામદારો બેકાર અને લાચાર બન્યા છે.

આ અંગે મેનેજમેન્ટ અને ઉચ્ચ અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ નિર્ણય નહીં આવતાં આજ રોજ કામદારો દ્રારા ભરૂચ જિલ્લાના કૉંગ્રેસ પાર્ટીના આગેવાન શમશાદઅલી સૈયદ અને નિકુલ મિસ્ત્રીને કરાતા તેવો દ્રારા દુધધારા ડેરી પર પહોંચી કામદારોની રજૂઆતો સાંભળી હતી અને ત્યાર બાદ દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલને મળીને રજૂઆતો કરી હતી. આ અંગે દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ દ્રારા કામદારોને વહેલી તકે તેમને ફરી પાછા નોકરી પર લઇ લેવા સાથે કાયમી માટે તેવો દ્રારા જે કેશ કોર્ટમાં ચાલી રહ્યો છે તે અંગે પણ જે નિર્ણય આવશે તે અવકારવાની બહેધરી અપાતા કામદારોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY