રાજપીપલા,
૨૧/૦૩/૨૦૧૮
હાઈવે ને અડીને આવેલી સ્કૂલ ના બાળકો ને રોડ ક્રોશ કરતા જોખમ હોય એક વર્ષ થી તંત્ર ને રજુઆત કરી હતી
વારંવારની રજુઆત છતાં તંત્ર દ્વારા ઉકેલ ન આવતા ગ્રામજનોએ હાલ ચાલી રહેલ રાજપીપલા અંકલેશ્વર રોડ નું કામ અટકાવવા ચીમકી આપતા અધિકારીઓ દોડતા થયા
રાજપીપલા : નાંદોદ તાલુકાના આમલેથા ગામ ના હાઇવે માર્ગ પર આવેલી ગામ ની સ્કૂલ ના બાળકો ને રોડ ક્રોસ કરી શાળા માં જવું મોટું જોખમ છે કેમ કે રાજપીપલા અંકલેશ્વર ને જોડતા આ હાઇવે માર્ગ પર રોજના અસંખ્ય મોટા વાહનોની અવર જવર હોય રોડ ક્રોસ કરી શાળા માં જતા બાળકો ને અકસ્માત નો ભય હોય એક વર્ષ થી આ બાબતે રાજપીપલા માર્ગ મકાન વિભાગ ને લેખિત રજુઆત ગામના સરપંચે કરી હોવા છતાં તંત્ર ના પેટનું પાણી ન હલતા હાલ ચાલી રહેલા રોડ ની કામગીરીને ગતરોજ ગ્રામજનો એ અટકાવી બમ્પ ની માંગ કરતા અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા ત્યાર બાદ ગ્રામજનોને રોડ નું કામ પૂરું થયા બાદ બમ્પ મૂકી આપવાનું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો જોકે એક વર્ષ થી કરેલી રજુઆત બાદ પણ હજુ બમ્પ કે બાળકો ની સલામતી બાબતે તંત્ર એ કોઈજ પગલાં નથી લીધા ત્યારે શું તંત્ર કોઈનો ભોગ લેવાય તેની રાહ જૉઈ રહ્યું છે …?!
આ સ્કૂલ માં રોજના ૪૫૦ થી વધુ બાળકો અભ્યાસ અર્થે આવે છે અને ગામના સરપંચ ની રજુઆત છતાં તંત્ર આ બાબતે કેમ ગંભીર નથી એ મોટો સવાલ છે
બોક્ષ : ૧ – સ્કૂલ ના બાળકોના હિત માં અમે એક વર્ષ થી લેખિત રજુઆત કરવા છતાં કઈ કર્યું નથી – સુમનબેન વસાવા ( સરપંચ ,આમલેથા )
આ બાબતે આમલેથા ગામના સરપંચ સુમનબેને આક્રોશ સાથે જણાવ્યું કે ગામની સ્કૂલ રીડની રોડ ની સામે સાઈડ આવેલી હોય રોજના 450 થી વધુ બાળકો આ સ્કૂલ માં જતા આવતા હોય હાઇવે માર્ગ પરના મોટા વાહનો બેફામ જતા બાળકો ના જીવને જોખમ હોવાથી અમે રોડ પર બમ્પ મુકવા અથવા અંડરગ્રાઉન્ડ રોડ ની વ્યવસ્થા કરવા રજુઆત કરી હતી છતાં કોઈ કામ ન થતા હાલ ચાલી રહેલા રોડ ના કામને ગ્રામજનો એ અટકાવવાની ચીમકી આપ્યા બાદ અધિકારીઓ આવ્યા હતા અને રોડ નું કામ પૂરું થયા બાદ બમ્પ મુકવા આશ્વાસન આપ્યું છે
બોક્ષ : ૨ – કાર્યપાલક ઈજનેરે ફોન ઉઠાવાની તસ્દી ન લીધી
માર્ગ મકાન વિભાગ ના કાર્યપાલક ઇજનેરે ફોન ન ઉઠાવ્યો હોવાનું ગ્રામજનો એ જણાવતા આ બાબતે અમારા પ્રતિનિધિ એ પણ કાર્યપાલક ઈજનેર ના બંને મોબાઈલ નંબરો પર સતત કોલ કરવા છતાં તેમને ફોન ન ઉઠાવ્યો કે ન કોઈ રિપ્લાઈ આપતા અનેક સવાલો ઉભા થતા હતા જોકે તેમના અન્ય સ્ટાફ ના કર્મચારી ને આ માટે જાણ કરી સાહેબ ને ફોન ઉઠવા કહ્યું ત્યાર બાદ એ કર્મચારી એ પણ ફોન ઉઠાવાનું બંધ કરતા સાહેબ કેટલા વ્યસ્ત હશે એ વાતનો અંદાજ આવી જતો હતો શું આજ રીતે પ્રજાના કામ થશે…?!
રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"