પાંચ માસ અગાઉ સનફાર્મા રોડ ઉપર બિલ્ડર જીતેન્દ્ર અગ્રવાલ ઉપર ફાયરીંગ કરી ખુનની કોશિષનો અનડીટેકટ ગુનાનો એસ.ઓ.જી. દવારા ડીટેકટ કરવામાં આવ્યો
ઉપરોકત ગુન્હામાં પર પ્રાંતના બે ઈસમોને દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ-૧, તમંચા નંગ-ર તથા જીવતા કારતુસ નંગ-૯ કિ.રૂ.૩૦,૯૦૦/-ના ફાયર આર્મ્સ એમ્યુનેશન તથા મોટર સાયકલ, મોબાઈલ ફોન સહીત કુલ્લે રૂ.૬૮,૯૦૦/- નો મુદામાલ સાથે ધરપકડ કરતી વડોદરા શહેર એસ.ઓ.જી.
પોલીસ કમિશ્નર મનોજ શશીધર સાહેબ તરફથી એ.ટી.એસ. ચાર્ટરની કામગીરી બનાવટી ચલણી નોટો, નાર્કોટીકસ તથા ગેરકાયદેસરના ફાયર આર્મ્સના ગુનાઓ વધુમાં વધુ શોધી કાઢવા ઉપરાંત ગંભીર પ્રકારના તથા મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સુચના કરેલ તે આધારે..
તા.૧૯/૦૪/૧૮ ના રોજ એચ.એમ.ચૌહાણ ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એસ.ઓ.જી. તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હે.કો. ઈમદાદબેગ મિરઝા નાઓને બાતમીદાર દવારા બાતમી મળેલ કે “અકોટા સુબેદાર કંપાઉન્ડમાં રહેતો અબ્દુલ્લાખાન પઠાણ તથા તેનો પિતરાઈ ભાઈ શાદાન તૌકીર પઠાણ રહે.તાંદલજા વડોદરા નાઓ પાસે દેશી હાથ બનાવટના હથિયારો છે તેઓ બન્ને જણા અકોટાથી બજાજ પ્લેટીના મોટર સાયકલ નં.જી.જે.૬.સી.જી.ર૮૭ર ની લઈને તાંદલજા તરફ આવનાર છે” તે મુજબની મળેલ બાતમી આધારે ટીમ એસ.ઓ.જી. દવારા તાંદલજા તરફ પ્રવેશતા રોડ ઉપર રાજવી ટાવર ત્રણ રસ્તા પાસે ખાનગી વાહનોમાં છુપા વેશમાં વોચ ગોઠવેલ.આ વોચ દરમ્યાન ઉપરોકત બાતમી નંબરની બજાજ પ્લેટીના મોટર સાયકલ લઈને આવેલ ઈસમો (૧) અબ્દુલ્લાખાન એઝાઝએહમદખાન પઠાણ રહે.ર૦૬, શોફીયા કોમ્પ્લેક્ષ, અકોટા, સુબેદાર કંપાઉન્ડમાં વડોદરા તથા (ર) શાદાન તૌકીર પઠાણ રહે.બ્લોક નં.૪, સી/૧૪૧, મહાબલીપુરમ વિભાગ-ર, તાંદલજા રોડ વડોદરા બન્ને મુળ રહે. ગામ ઈમાદપુર, પોસ્ટ અમોલા રકબા, થાણા બસખારી, તા.આલાપુર, જિ.આંબેડકરનગર ઉત્તરપ્રદેશ નાઓને ઝડપી પાડેલ.
ઉપરોકત આરોપી નં.(૧) અબ્દુલ્લાખાન પાસેથી એક દેશી હાથ બનાવટની પીસ્તોલ તથા ૭.૬પ એમ.એમ.ના જીવતા કારતુસ નંગ-૩ કિ.રૂ.ર૦,૩૦૦/- તથા આરોપી નં.(ર) શાદાન પઠાણ પાસેથી એક દેશી હાથ બનાવટનો તમંચો તથા ૮ એમ.એમ.ના જીવતા કારતુસ નંગ-૬ કિ.રૂ.પ૬૦૦/- ના ફાયર આર્મ્સ એમ્યુનેશન તથા બન્નેના મોબાઈલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૮,૦૦૦/- તથા બજાજ પ્લેટીના મોટર સાયકલ નં.જી.જે.૬.સી.જી.ર૮૭ર કિ.રૂ.ર૦,૦૦૦/- કુલ્લે રૂ.૬૩,૯૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ.આરોપીઓ ની પ્રાથમિક પુછપરમાં નં.(૧) અબ્દુલ્લાખાન પઠાણ નાનો ઓકટોબર – ર૦૧૭ માં પોતાના વતન ગયેલ તે વખતે દિનેશ યાદવ ઉર્ફે ડી.કે. રામતીરથ રહે.ગામ અમોલા જિ.આંબેડકરનગર ઉત્તર પ્રદેશ વાળા પાસેથી ઉપરોકત હથિયારો તથા ર૦ જીવતા કારતુસ લઈને આવેલ. ત્યારબાદ તેઓ બન્નેએ ર૦ કારતુસો પૈકી કેટલાક કારતુસ ટેસ્ટ કરવા માટે જુદી જુદી જગ્યાએ હવામાં ફાયર કરી ઉપયોગ કરેલ હોવાનું જણાવતા સદરહું આરોપીઓ તથા હથિયાર સપ્લાયર વિરૂઘ્ધમાં શસ્ત્ર અધિનિયમ હેઠળ જે.પી.રોડ પો.સ્ટે.માં ગુનો દાખલ કરાવી એસ.ઓ.જી. દવારા આ ગુનાની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ.
આરોપી વિરૂઘ્ધ ગુનો દાખલ કરાવ્યા બાદ એસ.ઓ.જી. દવારા તેઓ બન્નેના રહેણાંક મકાને ઝડતી તપાસ કરતા આરોપી નં.(૧) અબ્દુલ્લાખાન પઠાણના અકોટા સુબેદાર કંપાઉન્ડ વાળા મકાનેથી વધુ એક દેશી હાથ બનાવટનો તમંચો કિ.રૂ.પ૦૦૦/-નો મળી આવતા તપાસ અર્થે કબ્જે કરેલ. આમ આ કામના આરોપીઓ પાસેથી દેશી હાથ બનાવટના હથિયારો કુલ નંગ-૩ (પિસ્તોલ-૧, તમંચા-ર) તથા ૭.૬પ તથા ૮ એમ.એમ.ના જીવતા કારતુસ નંગ-૯ કુલ્લે કિ.રૂ.૩૦,૯૦૦/-ના આર્મ્સ એમ્યુનેશન કબ્જે કરવામાં આવેલ.આ હથિયારો લાવવા માટેનું તથા કબ્જામાં આજદીન સુધી રાખેલ હોય કયા હેતુસર લાવવમાં આવેલ તે સંદર્ભે સદરહું આરોપીઓની તલસ્પર્શી ઉડાણર્પુવક ઘનિષ્ઠ પુછપરછ માં આરોપીઓ ભાંગી પડેલ અને માલેતુજાર લોકોને હથિયારો બતાવી / ડરાવી ધમકાવી ખંડણી માંગી રાતોરાત પૈસાદાર બનવા માટેનો ઈરાદો હોય તે માટે બન્ને જણાએ પ્લાન બનાવેલ અને આ પ્લાનના ભાગરૂપે અબ્દુલ્લાખાન પઠાણ ઓકટોબર ર૦૧૭ માં તેના વતન ખાતેથી આ ત્રણે હથિયારો તથા ર૦ જીવતા કારતુસ રૂ.૪૦,૦૦૦/-માં ખરીદ કરેલ.
અગાઉ નકકી કરેલ પ્લાન મુજબ તેઓએ માલુતેજાર ઈસમોની તપાસ માટે પોશ વિસ્તારોમાં હરતા ફરતા રેકી કરતા તાંદલજા સન ફાર્મા રોડ ઉપર નવનિર્મીત “ઓએસીસ એવન્યુ” નામની લકઝુરીયસ સાઈટ ઉપર મર્સીડીઝ કાર સવાર સાંજ પાર્ક થતી હોય બે દિવસ તેઓએ રેકી કરેલ અને આ મર્સીડીઝ કાર માલીક / બિલ્ડરને પોતાની પાસેના હથિયારોથી ફાયરીંગ કરી, ડરાવી બાદમાં “પાંચ કરોડ”ની ખંડણી માંગવાનો પ્લાન બનાવેલ અને નિર્માણધીન સાઈટ ઉપર લગાડેલ બોર્ડ ઉપર કોન્ટેકટ નંબર લખેલા હોય જે મોબાઈલ નંબર અબ્દુલ્લાખાન પઠાણે પોતે સેવ કરી લીધેલ. ત્યારબાદ આ અબ્દુલ્લાખાન તથા તેનો સાગરીત શાદાન તૌકીર પઠાણ બન્ને જણા બીલ્ડરને પાઠ ભણાવવા માટે અગાઉ તેની આવવા જવા સમયની રેકી કરેલ હોય બીલ્ડરના સાંજના ઘરે જવાના સમયે તેઓ બન્ને જણા ઉપરોકત મોટર સાયકલ લઈને પોતાની સાથેના હથિયારો સાથે નિકળેલા અને કાળી તલાવડી ચાર રસ્તા પાસે આવી મોટર સાયકલ પાર્ક કરી પગપાળા આંબાવાડી પાસે ગયેલા તે વખતે શાદાન રોડ ઉપર ઉભો રહી વોચ કરતો હતો અને અબ્દુલ્લાખાન આંબાવાડીના સામેના છેડે ઝાડીઓમાં સંતાઈને બીલ્ડરની વોચમાં બેસેલો અને આ બીલ્ડર પોતાની મર્સીડીઝ કાર લઈને આંબાવાડી વાળા રસ્તે થઈને પોતાના ઘર તરફ જતા હતા તે વખતે શાદાને કાર આવે છે તેવો ઈશારો કરતા અબ્દુલ્લાખાને તેની પાસેની પિસ્તોલ જે હાલ આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ છે આ પિસ્તોલ વડે તેણે ફાયરીંગ કરેલ અને બન્ને જણા ત્યાંથી ભાગીને મોટર સાયકલ પાર્ક કરેલ તે જગ્યાએ જઈને પોતાના ઘરે જતા રહેલા.
આ બનાવમાં અબ્દુલ્લા ખાને બીલ્ડર જીતેન્દ્ર અગ્રવાલને ડરાવવા માટે મર્સીડીઝ કાર ઉપર પગે ગોળી છોડેલ જે કારમાં કાણું કરી બિલ્ડરના પગે વાગતા ઈજા થયેલ હોય તેઓએ જે.પી.રોડ પો.સ્ટે.માં ફરીયાદ આપેલ અને પોલીસ કાર્યવાહી શરૂ થયેલ જેથી ભોગ બનનારને ઈજા થવાના કારણે આરોપીઓ ડરી ગયેલા અને તેઓએ સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલ નહી.
💫આમ એસ.ઓ.જી.ને ગેરકાયદેસર હથિયાર અંગેની મળેલ બાતમી આધારે ઉપરોકત આરોપીઓ પાસેથી ઉપર જણાવ્યા મુજબના હથિયાર તથા કારતુસો કબ્જે કરી શસ્ત્ર અધિનિયમ હેઠળનો ગુનો દાખલ કરાવી આ ગુનાની તલસ્પર્શી, ઉડાણર્પુવકની ઘનિષ્ઠ પુછપરછમાં તા.૧૮/૧૧/ર૦૧૭ ના રોજ જે.પી.રોડ પો.સ્ટે. માં નોંધાયેલ ખુનની કોશિષનો ફ.ગુ.ર.નં.૬૮/ર૦૧૭ ઈ.પી.કો. કલમ ૩૦૭ વિગેરેનો ગુનો પાંચ માસ બાદ શોધી કાઢવામાં સફળતા મેળવેલ છે.
આ આરોપીઓ જો તેઓના પ્રથમ પ્રયત્નમાં સફળ થયા હોત તો ચોકકસ પણે અન્ય ગુન્હા પણ આચરત પરંતુ એસ.ઓ.જી. દવારા સમયસરની ધરપકડના કારણે શહેરમાં હથિયારો સાથે ફરતા અને રાતોરાત કરોડપતિ થવાના સ્વપ્ન સેવતા લબર મુછીયા “ભાઈ” ને ઝડપી પાડી મોટી સફળતા મેળવેલ છે.
રિપોર્ટર ; રફીકભાઈ શેખ
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"