ન્યુ દિલ્હી,
તા.૨૦/૪/૨૦૧૮
તેલનો ખેલ,ક્રૂડ ઓઈલ ૭૩ ડાલરની ઉપર,મુંબઈમાં સૌથી વધારે મોંઘુ પેટ્રોલ
પેટ્રોલ છેલ્લા ૫૫ મહિનામાં સૌથી મોંઘુ,ડીઝલની કિંમત ઐતિહાસીક ટોચે પહોંચી
ગુરુવારે પેટ્રોલ-ડિઝલના ભાવામાં વધારા સાથે દેશભરમાં બંનેની કિંમતોમાં ભડકો થયો છે. વૈશ્વક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધીને ૨૭ નવેમ્બર ૨૦૧૪થી અત્યાર સુધીની હાઈએસ્ટ સપાટી ડાલર ૭૪.૭૪ પર પહોંચતા સ્થાનિક સ્તરે પણ ભાવ વધારો લાગુ પાડવામાં આવ્યો છે. વિશ્વમાં ક્રૂડ ઓઇલ ઉત્પાદન કરતા મધ્યપૂર્વ એશિયાના અરબ દેશો દ્વારા ૨૭ નવેમ્બર ૨૦૧૪ના દિવસથી પ્રાઇસ વોર શરુ કરવામાં આવી હતી અને જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવ ૩૦ ડાલર સુધી પડી ગયા હતા.
આ નવા ભાવની અસર દેશના તમામ અલગ અલગ રાજ્યોમાં જાવા મળી રહી છે, જેનો આધાર રાજ્યો ટેક્સ છે. દરેક રાજ્ય પોતાની જરૂરિયાત અનુસાર પેટ્રોલ ડિઝલ પર અલગ અલગ ટેક્સ લગાવે છે. દેશની આર્થિક રાજધાની મુંબઇ સૌથી વધારે રાજ્ય ટેક્સ ધરાવતા શહેરોમાંથી એક છે. જ્યાં પેટ્રોલ ૫૫ મહિનાની સૌથી ઉંચાઇ ૮૧.૯૨ રૂપિયા પહોંચી ગયું છે. ચાર મહાનગરોમાં ચેન્નાઇ આ મામલામાં બીજા સ્થાન પર છે, જ્યાં પેટ્રોલની કિંમત ૭૬.૮૫ રૂપિયા છે, જ્યારે કોલકાતા અને દિલ્હીમાં ક્રમશ ૭૬.૭૮ રૂપિયા તથા ૭૪.૦૮ રૂપિયા પ્રતિ લિટર છે.
જાકે સપ્ટેમ્બર ૧૪ ૨૦૧૩માં પેટ્રોલના ભાવ ઓલ ટાઇમ હાઈ એટલે કે પ્રતિ લિટર ૮૩.૬૨ રૂપિયા હતી જ્યારે ડિઝલના ભાવમાં ઓગસ્ટ ૩૧, ૨૦૧૪નો પ્રતિ લિટર ૬૭.૨૭ રૂપિયા ભાવનો રેકોર્ડ તોડીને પ્રતિ લિટર ૬૯.૫૦ રૂપિયાની નવી સપાટી બનાવી હતી. જ્યારે ડિઝલનો ભાવ કોલકાતામાં ૬૮.૦૧ રૂપિયા અને ચેન્નાઇમાં ૬૮.૯૦ રૂપિયા પ્રતિ લિટર છે.
ભાવ વધારાની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે. રાજ્યના પ્રમુખ શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ છેલ્લા એક વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે. મે ૧૭, ૨૦૧૭ના રોજ શહેરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટ ૬૯.૯ હતો જે વધીને ૧૯ એપ્રિલ ૨૦૧૮ના નવા ભાવ મુજબ પ્રતિ લિટર રૂ. ૭૩. ૨૫ થઈ ગયો છે. તો ડીઝલના ભાવ મે ૧૭, ૨૦૧૭ મુજબ પ્રતિ લિટર રૂ. ૬૩. ૭૭ હતો જે એક વર્ષમાં વધીને લગભગ ૬ રૂપિયા જેટલા વધીને પ્રતિ લિટર રુ. ૬૯.૯૬ પહોંચી ગયા છે.
બ્રેન્ટ ક્રૂડ લગભગ ૪% વધીને ૭૩ ડાલરની ઉપર પહોંચી ગયુ છે. વાસ્તવમાં અમેરિકા અને ચીનની વચ્ચેના ટ્રેડ વાર ઘટવાથી ક્રૂડનો ભાવ વધ્યો છે. જ્યારે સાઉદી અરબ ક્રૂડની કિંમત ૮૦ ડાલર સુધી ઇચ્છે છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ ૦.૨૫% ઘટીને ૭૩.૫૫ ડાલરનો બિઝનેસ કરી રહ્યો છે.
ક્યાં શહેરમાં કેટલો ભાવ ?
શહેર પેટ્રોલ ડિઝલ
દિલ્હી ૭૪.૦૮ ૬૫.૩૧
કોલકત્તા ૭૬.૭૮ ૬૮.૦૧
મુંબઇ ૮૧.૯૩ ૬૯.૫૪
ચેન્નઇ ૭૬.૮૫ ૬૮.૯૦
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







