મુંબઈ,
તા.૨૦/૪/૨૦૧૮
મહારાષ્ટ સરકારની લોનમાફી સ્કીમમાં અપાત્ર ઠરાયેલા એક લાખ અરજદારોમાં ૨૪,૦૦૦ કરતાં વધુ સરકારી અધિકારીઓનો સમાવેશ થતો હોવાનું તપાસ હેઠળ જાણવા મળ્યું હતું.
ગયા વર્ષે રાજ્ય સરકારે રૂ. ૩૪,૦૦૦ કરોડની લોનમાફી કરતી વખતે જ સ્પષ્ટ કર્યું હતું કે સરકારી કર્મચારી ભલે તે કૃષિ સાથે જાડાયેલો હોય, પરંતુ તેને લોનમાફીનો લાભ મળશે નહીં.
‘અલગ અલગ કારણસર એક લાખથી વધુ લોકોની અરજી રદ કરવામાં આવી હતી જેમાં આશ્ચર્ય જનક રીતે ૨૪,૨૨૧ સરકારી કર્મચારીનો સમાવેશ થતો હતો’, એમ એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું.
તાજેતરમાં મહેસૂલ પ્રધાન ચંદ્રકાન્ત પાટીલે લૉન માફી માટે અરજી કરનાર સરકારી કર્મચારીઓના નામની યાદી જાહેર કરી હતી અને તેમની અરજીઓ રદ કરી હતી.
તપાસ દરમિયાન આવી અરજીઓ શોધાઇ હોવાને કારણે સ્કીમને અમલમાં મૂકવામાં વિલંબ થઇ રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું. સરકારી કર્મચારીઓની અરજીઓ સહિત અંદાજે ૧.૩૦ લાખ અરજીઓ રદ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







