ભાવનગરમાં ટ્રાફિક બ્રિગેડના જવાનને મરાયો ઢોર માર

0
17

ભાવનગર,
તા.૧૫/૪/૨૦૧૮

ગુજરાતમાં આજથી ટ્રાફિકના નિયમોની કડક અમલવારી શરૂ કરાયી છે ત્યારે ભાવનગરમાં ઉલટી ગંગા જાવા મળી રહી છે. બાઈક પર સવાર ૪ જેટલા શખ્સોને ટ્રાફિક જવાને રોકતા, તેઓએ ટ્રાફિક જવાનને ઢોર માર્યો હતો.

ભાવનગરના હલુરિયા ચોકમાં ચેકિંગમાં ટ્રાફિક બ્રેગેડે ૪ જેટલા બાઈક સવારો ગિન્નાયા હતા. તેમણે ટ્રાફિક જવાનનો રોકવા બદલ ઉધડો લઈ નાંખ્યો હતો. એટલું જ નહિં તેના કપડાં ફાટી ગયા ત્યાં સુધી તેને ઢોર માર મારતા રહ્યાં હતા.
આ ઘટના ભાવનગરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. જ્યારે ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવનારા ટ્રાફિક જવાનોમાં આ ઘટનાને પગલે સન્નાટો વ્યાપી ગયો હતો.આવા તત્વો સામે કડક હાથે કામ લેવા માંગણી ઉઠી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY