યુટ્યૂબ પર વાયરલ વીડિયો દ્વારા ૪૦ વર્ષે પરિવારને મળ્યા ૬૬ વર્ષના વૃદ્ધ..!

0
32

ઈમ્ફાલ,
તા.૨૦/૪/૨૦૧૮

૨૬ વર્ષની ઉંમરમાં છોડી દીધો હતો પરિવાર

આશરે ૪૦ વર્ષ પહેલા ગાયબ થયેલા એક વ્યક્તિની યુટ્યૂબે તેના પરિવાર સાથે મુલાકાત કરાવી. શુક્રવારે ઘરે પાછા ફરાવ પર તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. ૬૬ વર્ષના ખોમદ્રામ ગંભીર સિંહનો આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી લેવામાં આવેલો એક વીડિયો તાજેતરમાં ખૂબ જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેઓ ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’નું ગીત ‘ઝિંદગી તો બેવફા હૈ એક દિન ઠુકરાયેગી…..’ ગાતા જાવા મળી રહ્યા હતા. ગંભીર મુંબઈમાં ફૂટપાથ પર જિંદગી વીતાવી રહ્યા હતા.

એક વીડિયોમાં ખોમદ્રામ ગંભીર પોતે જણાવી રહ્યા છે કે તેમણે ૧૯૭૮માં ઘર છોડી દીધું હતું. ત્યારે તેમની ઉંમર ૨૬ વર્ષ હતી. તેમણે જણાવ્યું કે પરિવારનું ગુજરાન ખેતીથી ચાલતું હતું અને પિતાના મૃત્યુ પછી તેઓ એ કરવા નહોતા માંગતા. એટલે તેમણે ઘર છોડી દીધું. આટલા વર્ષો સુધી તેમણે ક્યારેક મિલમાં કામ કર્યું તો ક્યારેક મજૂરી કરી તો ક્્યારેક ભીખ માંગી.

મીડિયા રિપોટ્‌ર્સના જણાવ્યા પ્રમાણે, ખોમદ્રામ સેનાની નોકરી કરી ચૂક્યા છે. વીડિયોમાં પણ તેમણે આ વાતનો સ્વીકાર કર્યો છે. તેમણે એમ પણ જણાવ્યું કે તેમના લગ્ન પણ થયા હતા, પરંતુ પત્ની મૃત્યુ પામી.

ખોમદ્રામનો વીડિયો જાયા પછી એક વ્યક્તિએ ઇમ્ફાલમાં ખોમદ્રામના પરિવારને આ વાતની જાણકારી આપી. પરિવારે પણ તેમને ઓળખી લીધા. પોલીસને સૂચના આપવામાં આવી. શોધ કરવામાં આવી તો ખોમદ્રામ મુંબઈમાં બાંદ્રા વિસ્તારમાંથી મળ્યા.

ખોમદ્રામનો વીડિયો સ્ટ્રીટ ફોટોગ્રાફર ફિરોઝ શાકિર નામના માણસે શૂટ કર્યો હતો. તેમણે તેને યુટ્યૂબ પર અપલોડ કરી દીધો. તેને અત્યાર સુધીમાં ૫૫ હજાર વાર જાવામાં આવી ચૂક્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY