યુપીના યુવકોને નોકરીની લાલચ આપી કાશ્મીરમાં પથ્થરમારો કરવા લઈ જવાય છે

0
12

શ્રીનગર,તા.૨૦
ઉત્તર પ્રદેશના બે યુવાનોને કાશ્મીરમાં નોકરીની લાલચ આપી પથ્થર મારવા માટે મજબૂર કરવાનું કાવતરુ સામે આવ્યું છે. બગપત અને સહારનપુરના બે યુવાનોને આ ઓફર આપવામાં આવી હતી. યુવાનોને જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ૨૦ હજાર રૂપિયાના પગારમાં ટેલરની નોકરી અપાવવાનું વચન અપાયું હતું. જા કે, બોલાવનાર લોકોએ પછીથી તેમને પથ્થર મારવાની તાલીમ લેવાની ફરજ પાડી હતી. બન્ને યુવાનોએ સ્વીકાર્યું છે કે,ત્યાં પહોંચ્યા પછી અમને નોકરી આપવાની જગ્યાએ સુરક્ષા દળો પર પથ્થર ફેંકવા માટે મજબૂર કરાયા હતા.
એક યુવાને જણાવ્યું હતું કે, શરૂઆતમાં ૨થી૩ મહીના સુધી મેં ટેલરનું કામ કર્યો પણ આ નોકરીથી હું ચિંતિત હતો. જ્યારે મેં ત્યાંથી રિટર્ન થવાની પરવાનગી માંગી તો મને પરવાનગી ન મળી. અને અમને ચોરીના મામલામાં ફંસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ પોલીસે આ મામલે તપાસનો આદેશ આપ્યો છે. સૂત્રોએ જણાવ્યાં પ્રમાણે તપાસમાં જમ્મુ-કાશ્મીર પોલીસની સહાયતા પણ લઈ શકાય છે.
છેલ્લા સમયોમાં કાશ્મીરમાં પથ્થરમારોની ઘટનામાં વધારો થયો છે. ગૃહ મંત્રાલયના રિપોર્ટ અનુસાર, રમઝાનમાં યુદ્ધવિરામ (૧૭મી મેથી ૧૬ જૂન) દરમિયાન પથ્થરમારોના ૧૦૭ મામલા નોંધવામાં આવ્યાં છે. તેમજ ૧૫૪ એપ્રિલથી ૧૬મે વચ્ચે પથ્થરમારોની ૨૫૮ ઘટનાઓ સામે આવી છે.
ખૂફિયાતંત્ર અને સુરક્ષા એજન્સીઓને તપાસમાં જાણાવા મળ્યું છે કે, પાકિસ્તાન, અલગાવવાદીઓ અને અન્ય સ્ત્રોતો દ્વારા સુરક્ષાદળો પર પથ્થરમારો માટે ફંડિંગ કરી રહ્યા છે

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY