બિજિંગ,તા.૧૫
ચીન સમયાંતરે ઘાતક અને દુનિયાને આશ્ચર્ય પમાડે તેવા સૈન્ય હથિયારોનું પરિક્ષણ કરતુ રહે છે. હવે તાજેતરમાં ચીને દુનિયાનું પહેલા જમીન અને પાણીમાં ચાલતી ડ્રોન નૌકાનું સફળ પરિક્ષણ કર્યું છે. ચીનના સૈન્ય નિષ્ણાંતોનું માનવું છે કે, આ હથિયાર જમીન પર વાર કરવા માટે ઉપયોગી છે તો અન્ય ડ્રોન જહાજ સાથે મળીને યુદ્ધમાં ત્રકોણ બનવામાં પણ સક્ષમ છે.
ચીનના સરકારી સમાચારપત્ર ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું હતું કે, ચીન શિપબિલ્ડિંગ ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન અંતર્ગત આવનારા વુચાંગ શિપબિલ્ડિંગ ઈન્ડસ્ટ્રી ગ્રુપ દ્વારા નિર્મિત ‘મરીન લિઝર્ડ’ નામ્નાઅ આ ડ્રોન નૌકાએ ડિલિવરી ટેસ્ટ સફળતાપૂર્વક પાર કરી અને વુહાનમાં ૮ એપ્રિલે તેને જાહેર કરવામાં આવી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ૧૨૦૦ કિલોમીટરની મહત્તમ રેંજ ધરાવતી મરીન લિઝાર્ડને ઉપગ્રહોના માધ્યમથી રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવી શકે છે.
પોતના સ્વરૂપમાં વિકસીત કરવામાં આવેલી ૧૨ મીટર લાંબી મરીન લિઝર્ડ ત્રણ સમાંતર ભાગ ધરાવતી એક નૌકા છે જે ડીઝલથી ચાલતા હાઈડ્રોજેટની મદદથી આગળ ચાલે છે અને રડાથી બચીને મહત્તમ ૫૦ નોટિકલની ગતિએ દોડી શકે છે.
એક અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે કહ્યું હતું કે, જમીન પર પહોંચવાની સ્થિતિમાં આ ડ્રોન પોતાના અંદર રહેલી ચાર ટ્રેકને બહાર કાઢીને જમીન પર ૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. લગભગ ૧૭૮ અબજ ડાલરનું રક્ષા બજેટ ધરાવતી ચીની સૈના હાલ તદ્દન નવા જ હથિયારો વિકસીત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



