છોટાઉદેપુર લોકસભામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવારે પોતાના એફબી પર મુકેલી પોસ્ટ થી લોકસભાનું વાતાવરણ ગરમાયુ…?

0
74

શુ ભાજપ અને કોંગ્રેસ પાર્ટી મારાથી ડરે છે ? બી.ટી.પી.ના આ ઉમેદવારે લગાવ્યા આક્ષેપ

રાજપીપળા : હાલ લોકસભા ચૂંટણી નજીક આવી ગઈ છે પ્રથમ તબક્કાનું મતદાન દેશના વિવિધ ક્ષેત્રોમાં થઈ ચૂક્યું છે, ત્યારે ગુજરાતનું વાતાવરણ પણ ચૂંટણીના રંગ માં રંગાયુ છે નેતાઓ ના ભાષણ, આક્ષેપો ,પ્રતિઆક્ષેપો , પ્રચાર , દ્વારા નેતાઓ પ્રજા સુધી પોહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.ત્યારે નર્મદા જિલ્લાની વાત કરીએતો નર્મદા જિલ્લો એ બે લોકસભામાં સમાયેલ છે જેમાં નાંદોદ વિધાનસભા ક્ષેત્ર છોટાઉદેપુર લોકસભામાં અને ડેડીયાપાડા વિધાનસભા ક્ષેત્ર ભરૂચ લોકસભામાં સમાવેશ થાય છે

ચૂંટણીમાં કોંગ્રેસ અને બી.ટી.પી.નું ગઠબંધન ન થતાં બી.ટી.પી દ્વારા પોતાના ઉમેદવારો ચૂંટણી ના મેદાને ઉતાર્યા છે ત્યારે છોટાઉદેપુર લોકસભામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર રાજેશ વસાવાએ પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર 14 મી એપ્રિલ ને બપોરે 12:03 વાગ્યે એક પોસ્ટ મૂકી છે જેમાં આક્ષેપ કર્યો છે કે “ભાજપ અને કોંગ્રેસ મારાથી ડરે છે”અને વધુમાં લખ્યું છે કે …” ફરી બીજી વાર ખાનગી ચેનલની લાઈવ ડિબેટમાં ચેનલ દ્વારા બી.ટી.પી.ના ઉમેદવારને આમંત્રણ આપવામાં આવતું નથી… અને ભાજપ કોંગ્રેસે ચેનલોને ખરીદી લીધી છે જેથી મજબૂત ઉમેદવારને સાઈડ કરાઈ રહ્યો છે”

“શુ ભાજપ કોંગ્રેસ ને છોટાઉદેપુર સીટ ઉપર હાર નો ભય સતાવી રહ્યો છે..??” ઉપરાંત ડિબેટ કરનાર ચેનલ ઉપર પણ સવાલો ઉભા કર્યા છે…

આ આક્ષેપો કેટલા સાચા છે એ તો અપણે નથી કહી શકતા પરંતુ આ પોસ્ટ થી છોટાઉદેપુર લોકસભાનું વાતાવરણ ચોક્કસ થી ગરમાયુ છે….!!

આપને જણાવી દઈએ કે છોટાઉદેપુર બેઠક ઉપર ભાજપ માંથી ગીતાબેન રાઠવા કોંગ્રેસ માંથી રણજિતસિંહ રાઠવા મેદાને છે ત્યારે આવનારી 23 મી મે ના દિવસેજ ખબર પડશે કે પરિણામ કોના તરફી આવે છે, કોણ દમદાર ઉમેદવાર છે અને પ્રજા વિજય નો કળશ કોને પહેરાવશે…?

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.940897505

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY