આંબેડકર જયંતિ સુધીમાં એક્ટને મૂળ સ્વરૃપમાં લાવવામાં નહીં આવે તો આંદોલન

0
96

અખિલ ભારતીય અનુસુચિત જાતિ-જનજાતિ સંગઠન દ્વારા અપાયેલા ભારત બંધના એલાનમાં સુરત જિલ્લાના બારડોલી સહિતના નગર અને કસ્બામાં બજાર બંધ રહ્યા હતાં. જિલ્લામાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. અનુસુચિત જાતિ- જનજાતિ સંગઠન દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી તા. ૧૪મી એપ્રિલ ૨૦૧૮ એટલે કે આંબેડકર જયંતિ સુધીમાં એટ્રોસીટી એક્ટ એના મૂળ સ્વરૃપમાં લાવવામાં નહીં આવે તો ડો. બાબાસાહેબ આંબેડકર ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. સુરત જિલ્લામાં બે સ્થળે હાઇવે પર ચક્કાજામ કરાયો હતો. બારડોલી નગરમાં રેલવે સ્ટેશન ખાતે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષનાં આગેવાનો અને સામાજીક આગેવાનો દ્વારા આજે સોમવારે સવારે ભારત બંધના એલાનમાં જોડાઇને બજારમાં દુકાનદાર- વેપારીઓને અપીલ કરતા સ્ટેશનરોડ સજ્જડ બંધ રહ્યો હતો. સમાજના લોકોએ રેલી કાઢી હતી. તલાવડી મેદાન ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પો અર્પણ કરી સેવા સદન કચેરી ખાતે પલસાણા તાલુકાના આગેવાનો સાથે ભેગા થઇ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી આગામી તા. ૧૪ એપ્રિલ ૨૦૧૮ના રોજ આંબેડકર જયંતિ સુધીમાં એટ્રોસીટી એક્ટને તેના મૂળ સ્વરૂપમાં લાવવામાં નહીં આવે તો એસ.સી. અને એસ.ટી. સમાજના દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી. સુરત જિલ્લામાં પલસાણા, ચલથાણ અને કડોદરા વિસ્તાર સ્વયંભૂ બંધ રહ્યો હતો. આગેવાનોએ રેલી કાઢી પલસાણા તાલુકામાંથી બારડોલી આવ્યા હતા. કામરેજ તાલુકાના આગેવાનોએ કામરેજ ચાર રસ્તા ને.હા.નં. ૪૮ પર ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર આપી એટ્રોસીટી એક્ટના કાયદામાં ફેરફારનો વિરોધ કરી મૂળ સ્વરૂપમાં કરવાની માંગ કરી હતી. ડૉ. ભીમસાહેબ આંબેડકર ફાઉન્ડેશનના નેતૃત્વમાં માંગરોળ તાલુકાના પીપોદરા ખાતેથી રેલી નીકળી હતી. જે કીમ ચોકડી થઇ કોસંબા ને.હા.નં. ૪૮ પર પહોંચી હતી. જ્યાં ઓવરબ્રિજ પર ટાયરો સળગાવી ચક્કાજામ કરાયો હતો. ત્યારબાદ રેલી મોસાલી ચાર રસ્તે પહોંચી હતી. હોટલ માલિકે બંધ નહીં કરતા કાચ તોડી નાંખ્યો માંગરોળના ઝંખવાવ બજારમાં આવેલી ક્રિષ્ના હોટલના માલિકે બંધમાં સહકાર નહીં આપતા ગામના મનુભાઇ વસાવાએ હોટલનો કાચ તોડી નાંખી ભુક્કો બોલાવી દીધો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY