ડો.મુંજપરાને જંગી બહુમતીથી જીતાડવા રાણપુર તાલુકાના લોકોની તૈયારી
સુરેન્દ્રનગર લોકસભા-૯ ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડો.મહેન્દ્ર મુંજપરાનું રાણપુર તાલુકાનું પ્રમુખસ્વામી માર્ગ ઉપર વઢવાણા કોંમ્પલેક્ષમાં મધ્યસ્ત કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવક્તા અને પુર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા,સુરેન્દ્રનગર-૯ લોકસભાના ઉમેદવાર ડો.મહેન્દ્રભાઈ મુંજપરા,રાજ્યસભાના પુર્વ સાંસદ શંકરભાઈ વેગડ,ગુજરાત કોળી સમાજના પ્રમુખ કાળુભાઈ ડાભી, ઉદ્યોગપતિ ભુપેન્દ્રભાઈ મકવાણા,રાજુભાઈ મકવાણા, માલધારી સમાજના આગેવાન ઘનશ્યામભાઈ સાવધરીયા,નરેન્દ્રભાઈ દવે,જીવાભાઈ રબારી,ડો.ધરાબેન ત્રિવેદી,જગદીશભાઈ વકીલ,પ્રકાસભાઈ સોની સહીત અનેક ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.આ સમયે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યુ હતુ કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ જે વિકાસ કર્યો છે તેની આખા વિશ્વ એ નોંધ લીધી છે.નરેન્દ્રભાઈ મોદીને ફરીવાર દેશના વડાપ્રધાન બનાવવા માટે સુરેન્દ્રનગર-૯ લોકસભાના શિક્ષિત અને ઉત્સાહી ઉમેદવાર ડો.મહેન્દ્રભાઈ મુંજપરાને જંગી બહુમતીની વિજયી બનાવી એક કમળ દિલ્હી મોકલવાનુ છે.તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે બુથ જીતી જઈંશુ તો લોકસભા જીતી જઈશું અને ફરી વખત નરેન્દ્રભાઈ મોદી ને વડાપ્રધાન તરીકે જોઈશુ.જેથી સમગ્ર ભારત દેશ નો વિકાસ કરીને ભારત નો વિશ્વમાં ડંકો વાગશે.સાથે સુરેન્દ્રનગર-૯ લોકસભાના ઉમેદવાર ડો.મહેન્દ્રભાઈ મુંજપરાએ લોકોને અપીલ કરી હતી કે જંગી બહુમતી થી મને જીતાડજો મારી જીત એ તમારી જીત છે.અને આ વિસ્તારના તમામ પ્રશ્નો નો નિકાલ કરીશુ.સુરેન્દ્રનગર લોકસભા વિસ્તાર વધુ માં વધુ વિકાસ અને પ્રગતી કરે એ અમારી પહેલી પ્રાથમિકતા રહેશે….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




