રણજીતગઢ ગામે ચાલુ ટ્રેન માં થી પડી જતા આધેડ નુ મોત

0
43

હળવદ તાલુકાના રણજીતગઢ ગામે અમદાવાદ થી ભુજ જતી સયાજી રેલ્વે ટ્રેન મા ભુજ નો ૩૯ વષૅ નો આધેડ ટ્રેન માં થી પડી જતા મોત નીપજ્યું હતું બનાવ ની જાણ હળવદ પોલીસે ને થતા ઘટનાસ્થળે દોડી ને મૂતક ની લાશ નો કબજો લઈ ને પી એમ કયો બાદ લાશને પરિવારજનો ને સોંપી હતી

અમદાવાદ થી ભુજ જતી સયાજી રેલ્વે ટ્રેન મા ભુજ જિલ્લા ના પાંવડા તાલુકાના અકલીયા ગામ ના ૩૯ વષૅ ના મેહમૂદશાહ શહિદા સંધી નામ ના આધેડ પોતા ના કામ અર્થે અમદાવાદ ગયેલ હતા કામ પતાવી ને પોતા ના માદરે વતન ભુજ જતા હતા ત્યારે ચાલુ ટ્રેન માં થી પડી જતાં ૩૯ વષૅ ના આધેડ રણજીતગઢ ગામે ની સીમ મા રેલ્વે પાટે પડી જતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ. બનાવ ની જાણ આજુ બાજુ ના ખેત મજુરો ને થતા ઘટનાસ્થળે લોકોને ટોળે ટોળાં ઊમટી પડ્યા હતા. હળવદ પોલીસ ને જાણ થતાં ચરાડવા ઓ. પી.ના બીટ જમાદાર વસંત ભાઈ વધેરા ઘટનાસ્થળે દોડી ને મૂતક ની લાશ નો કબજો લઈ ને લાશ ને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પી. એમ કર્યા બાદ લાશને પરિવારજનો ને સોંપી હતી

હળવદ મયુર રાવલ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY