મુંબઈ,તા.૨૨
પુરુષો દ્વારા જાતીય સતામણીનો ભોગ બનેલી અનેક સ્ત્રીઓ ‘#Me Too’ ઝુંબેશ અંતર્ગત અવાજ ઉઠાવી રહી છે અને એમાં બોલીવૂડ અભિનેત્રી રવીના ટંડન પણ જાડાઈ છે. જાકે રવીનાએ કોઈનું નામ લીધું નથી, પણ એટલું કહ્યું છે કે પ્રોફેશનલ સતામણીનો ભોગ હું પણ બની ચૂકી છું અને એ પીડા કેવી હોય છે એ હું સમજી શકું છું.
૪૩ વર્ષીય રવીનાએ કહ્યું છે કે પોતે જાતીય સતામણીનો ભોગ બની નથી, પરંતુ હું #MeToo ઝુંબેશને મારો ટેકો આપું છું અને મહિલાઓનાં જાતીય શોષણના જે આરોપો કરવામાં આવ્યા છે અને જે ઘટસ્ફોટ થઈ રહ્યાં છે એનાથી મને ગુસ્સો ચડ્યો છે.
પ્રોફેશનલ સતામણીનો ભોગ તો હું પણ બની ચૂકી છું. એને કારણે મારે બે ફિલ્મ છોડી દેવી પડી હતી. અમુક એવી મહિલા પત્રકારો હતી જે એમનાં મેગેઝિન્સ કે અખબારોમાં અમારી છાપ બગાડતી હતી.
રવીનાએ હાલમાં જ એક ટ્વીટમાં લખ્યું હતું કે ફિલ્મ ઉદ્યોગમાં એવી ઘણી પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સ છે જેઓ એમનાં અભિનેતા પતિઓ જ્યારે અભિનેત્રીઓની કારકિર્દીનો નાશ કરી રહ્યાં હોય ત્યારે મૂક પ્રેક્ષક બની જતી હોય છે અથવા ઉશ્કેરણી ફેલાવવાનું કામ કરતી હોય છે. ઘણી વાર મહિલાઓ જ અસુરક્ષિતતા અથવા પ્રોફેશનલ ઈર્ષ્યાને કારણે એમનાં હીરો પતિ કે બોયફ્રેન્ડનો ઉપયોગ કરીને બીજી અભિનેત્રીઓને ફિલ્મમાંથી કઢાવી મૂકતી હોય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






