હળવદ મામલતદાર કચેરી માં આવકના દાખલા માટે સોગંદનામું કરાવતા લોકો માં રોષ.

0
350
  1. પ્રાપ્ત વિગત અનુસાર હળવદ ના સેવાભાવી યુવાન તપન દવે દ્રારા જિલ્લા કલેકટર અને ઉચ્ચ અધિકારીઓ ને લેખિત માં રજુઆત કરાઈ
    સરકાર ની વિવિધ યોજનામાં શહેરી વિસ્તારના લોકોને આવકનો દાખલો ફરજીયાત હોય છે ત્યારે હળવદ મામલતદાર દ્રારા અરજદારો ને સોગંદનામું કરાવી ખોટો ખચૅ કરાવે છે ,જે બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે
    હળવદ મામલતદાર કચેરી માં આવક ના ઓનલાઇન દાખલા કઢાવવા જતા અરજદારો ને પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડે છે નગરપાલિકા ના ચીફ ઓફિસર નો દાખલો હોવા છતાં સોગંદનામું -ફરજીયાત માંગવામાં આવે છે હકીકત એ છે કે શહેરી વિસ્તાર માં 67 હજાર થી વધારે આવક હોય તો તેના માટે સૌગંદનમાં ની આવશ્યકતા નથી અને ગુજરાત ના અન્ય શહેર માં આ પ્રકારે 67 હજાર થી વધુ આવક ના દાખલા માટે સૌગંદનામાં અરજદારો પાસે માંગવામાં આવતા નથી .ગુજરાત સરકાર નો પણ જી. આર છે તેમ છતાં હળવદ શહેર માં 67 હજાર થી વધુ આવક ના દાખલા માટે ફરજીયાત સૌગંદનમાં માંગી અને અરજદારો ને ધરમ ધક્કા ખવડાવી ખર્ચ ના ખાડા માં ઉતારમાં આવે છે. નોંધનીય છે કે એક સોગંદનામું કરાવવા માં 250 થી 300 રૂપિયા નો ખર્ચ થાય છે અને અરજદારો ને મુખ્યમંત્રી અમૃતમ, માઁ વાત્સલ્ય કાર્ડ કાઢવામાં અને અન્ય સરકારી યોજનાઓ માટે અવારનવાર આવક ના દાખલ ની જરૂરિયાત ઉભી થતી હોય છે ત્યારે આ અંગે અવારનવાર મૌખિક અને લેખિત રાજૂયાત કરવામાં આવી છે અને કલેકટર ને પણ અવક ના દાખલા માં સોગંદનામું ન લેવું તેવી જાણ કરી છે તો ભવિષ્ય માં કાયદાકીય રીતે આવકના દાખલા કાઢી આપી અને સોગંદનામું ના લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે
    મયુર રાવલ હળવદ
    મો 9909458555

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY