હળવદ ના યુવાને પોતાની લગ્નની કંકોતરી “ચકલી ના માળા “જેવી બનાવી ચકલી બચાવો નો અનોખો સંદેશ સમાજ ને આપ્યો

0
251

હળવદ તિર્થ ગ્રાફિસ વાળા જીજ્ઞેશભાઈ નું ચકલી બચાવા અનોખુ અભિયાન સમગ્ર શહેરે બિરદાવ્યુ

હળવદ યુવાને કંઈક કરી છૂટવાની ભાવનાથી સમાજ ને નવી રાહ ચિંધવા પોતાની લગ્નની કંકોતરી અનોખી છપાવી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે
હળવદ ના જશુબેન નાગરભાઈ રાઠોડ ના સુપુત્ર ચિ, જીગ્નેશ ના લગ્ન વૈશાખસુદ આઠમ ને તારીખ ૨૩,૦૪,૨૦૧૮ સોમવાર ના નિર્ધારેલ છે, ત્યારે આ યુવાને જણાવ્યું કે પક્ષી માં માત્ર ચકલી જ માળો બાંધતી નથી દિવસે દિવસે ચિંતાજનક રીતે ચકલીઓ ઓછી થતી જાય છે, અને આજનો યુવાનો કંકોતરી છપાવી હજારો રૂપિયા વેડફી નાખે છે ત્યારે સમાજ ને અનોખો રાહ ચિંધવા માટે જીગ્નેશભાઈ એ પોતાની લગ્નની કંકોતરી ચકલી નો માળો બનાવી સગા સબંધી ને મોકલી હતી . આ કંકોતરી નો ઉપયોગ ચકલી ઘર માટે જ કરવો તેવી નોંધ લખવામાં આવી છે .આ યુવાન ના પ્રશંસનીય વિચાર ને શહેરીજનો એ બિરદાવ્યો હતો

મયુર રાવલ હળવદ
મો 9909458555

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY