વ્હાલા ખેડુત ભાઈઓ અને ગ્રામજનો.જય કિસાન..
24- 04 – 2018 ના રોજ ગુજરાતમાં દરેક ગામ માં ખાસ ગ્રામસભા થવાની છે ત્યારે ખેડૂતો ને લગતા આ મુખ્ય 3 ઠરાવ આપના ગામની ગ્રામસભામાં પસાર કરાવવા વિનંતી છે. યાદ રહે આ ખાસ ગ્રામસભા તમારા ગામના સરપંચશ્રીના અઘ્યક્ષ સ્થાને હશે ને ઠરાવો અધ્યક્ષ સ્થાને થી જ રજુ થઈ શકશે એટલે આપના ગામના સરપંચશ્રીનો 24 તારીખ પહેલા જ સંપર્ક કરી ને એમની સાથે ચર્ચા કરી ખેડુતલક્ષી આ 3 ઠરાવો પસાર થાય એવી વિનંતી….
આજનો દિવસ આપણા હાથમાં છે ત્યારે આજેજ આ મેસેજને એટલો ફોરવર્ડ કરો કે ગુજરાતના 18000 ગામડાઓના સરપંચશ્રી સુધી પહોંચી જાય આપના મોબાઈલમાં જેટલા વોટ્સઅપ ગ્રુપ હોય, જેટલા વોટ્સઅપ વાપરતા લોકોના નંબર હોય એ બધાને ફોરવર્ડ કરવા વિનંતી ખેડૂતોના હિત માં એક મેસેજ ફોરવર્ડ કરવા વિનંતી
આપનો ખુબ ખુબ આભાર જય જવાન જય કિસાન
ખાસનોંધઃ
આ ઠરાવ પસાર કરાવતી વખતે ગામના લોકોની સહમતી હોય અને ગ્રામસભામાં ઉપસ્થિત સરકારના કર્મચારીઓ-અધિકારીઓ આનાકાની કરે, ના પડે તો તાત્કાલિક ચાલુ ગ્રામસભામાં જ અમારો સંપર્ક કરવો, જરૂર પડે તો ના પાડનાર કર્મચારી, અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરાવવા વિનંતી છે
પાલભાઇ આંબલિયા
9924252499
ગિરધારભાઈ વાઘેલા
9428862999
ગુજરાત કિસાન સંગઠન
હેલ્પ લાઇન મા જેકેભાઈ
8154949491
*ઠરાવો*
ઠરાવ નંબર (અ) :
વર્ષ 2009-10 થી 2015-16 દરમિયાન ગુજરાતમાં બધા જ ખેતરોના સર્વે નંબર ની જમીન માપણી કરવામાં આવી છે તેના ભાગરૂપે અમારા ગામમાં પણ જમીન માપણી થઈ ગઈ આ જમીન માપણી હકીકતમાં નિયમોનુસાર કરવાને બદલે માત્ર કાગળ પર થઈ જેના કારણે ગામના જે નકશા બનાવવામાં આવ્યા તે સંપૂર્ણ ભૂલ ભરેલા છે તેમા ખેડુતોના ખેતરની હદ દિશા બદલાઈ ગઈ, ખેતર લાંબા ટૂંકા અને આડા અવડા થઈ ગયા, ક્ષેત્રફળ માં ફેરફાર થઇ ગયો, વાડીએ જવાના રસ્તા નાબૂદ કરી નાખ્યા, નદી, નાળા, વૃક્ષો, વગેરે 23 બાબતો નકશામાં દર્શાવવાની હતી તે તમામમાં ભૂલો છે જેના કારણે ભવિષ્યમાં ભાઈઓ ભાઈઓ વચ્ચે, કુટુંબ કુટુંબ વચ્ચે વેરઝેર અને જગડાઓ ઉભા થશે ગામની સંપ અને શાંતિમાં ખલેલ પહોંચશે આ ભૂલો બાબતે ગત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ સ્વીકારી ચુક્યા છે કે “હા જમીન માપણી માં મોટી ભૂલો થઈ છે તે મારા પણ ધ્યાનમાં આવ્યું છે” તો આ ભુલોવાળી જમીન માપણી બાબતે ગામના બધા જ સર્વે નંબર માં ભૂલો હોય ગામના દરેક ખેડુત પાસે થી ભૂલ સુધારણ અરજી મંગાવવાને બદલે આખા ગામની જમીન માપણી રદ્દ કરી ફરીથી જમીન માપણી કરવાનો ઠરાવ અમો ગામ લોકો બહુમતી થી પસાર કરીયે છીએ
ઠરાવ નંબર (બ) :
ખેડુત સાપ વીંછીના જોખમો અને રોજ ભૂંડ જેવા જંગલી જાનવરો સામે લડી, ટાઢ તડકો જોયા વગર રાત દિવસ કાળી મજૂરી કરી કરી, મોંઘા ખાતર, દવા અને બિયારણ વાપરી પોતાના ખેતરમાં પાકનું ઉત્પાદન કરી જ્યારે આ પાક વેચવા માટે માર્કેટમાં મૂકે છે ત્યારે ખેડૂતને ઉત્પાદિત ખર્ચ કે પડતર કિંમત જેટલો પણ એનો ભાવ આવતો નથી અને આ બાબતનો કેન્દ્ર સરકારે નિમેલી સ્વામી નાથન સમિતિએ પણ સ્વીકાર કર્યો છે. સ્વામી નાથન સમિતિના સૂચનો ધ્યાને લઈ કેન્દ્ર સરકારે વર્ષ 2018-19 ના બજેટમાં ખેડૂતોને તેની ખેત પેદાશની પડતર કિંમત કરતા દોઢ ગણી કિંમત મળે તેની જોગવાઈ સાથે બજેટ પસાર કરી અમલમાં મૂક્યું છે અને 1 એપ્રિલ 2018 થી આ બજેટ અમલમાં પણ આવી ગયું છે ત્યારે સરકારે બજેટમાં લીધેલી બાબતનો અમલ થાય, ખેત પેદાશની દોઢ ગણી કિંમત દરેક ખેડૂતને મળે તેવો ઠરાવ આજની આ ગ્રામ સભામાં સમસ્ત ગામ સાથે મળી મહુમતી થી આ ઠરાવ પસાર કરીયે છીએ
ઠરાવ નંબર (ક) :
ખેડૂતો ને વીજળી પુરી પાડવીએ રાજ્ય સરકારની ફરજ છે અને ગુજરાત રાજ્ય વીજળી બાબતે સ્વ નિર્ભર છે પરંતુ ગુજરાતમાં માત્ર ખેડૂતને જ માંગવાથી વીજળી ના મળે એવું બની રહ્યું છે કોઈ પણ ઉદ્યોગપતિ કે નાના નાના કારખાનેદાર ને વીજ કનેકશન માટે અરજી કરે કે પંદર વિસ દિવસ કે મહિનામાં વીજ કનેકશન આપી દેવામાં આવે છે જ્યારે ખેડુત પોતાના ખેતરમાં વીજ કનેકશન માંગે પછી 2 વરસથી લઇ 5-7 વર્ષ સુધી રાહ જોવી પડે છે તો ખેડૂતો સાથે સરકારની આવી અન્યાયકારી નીતિ શા માટે ? ? સરકારની આ ખેડુત વિરોધી નીતિને કારણે ખેડુત દુઃખી છે ત્યારે ખેડૂતો ને પણ ઉદ્યોગકારોની જેમ માંગવાથી તરત જ ખેત વીજ કનેકશન આપવામાં આવે તેવો ઠરાવ આજની આ ગ્રામસભામાં બહુમતીથી પસાર કરવામાં આવે છે
આપનો ખુબ ખુબ આભાર જય જવાન જય ગુજરાત કિસાન સંગઠન
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







