પેટ્રોલ-ડિઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાના મૂડમાં નથી મોદી સરકાર

0
30

સરકાર એક્સાઈઝ ડ્યૂટી નહિ ઘટાડે તો પેટ્રોલ-ડિઝલના ભાવ હજી પણ વધશે
ન્યુ દિલ્હી,તા.૨૩
નાણા મંત્રાલય હાલ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીને ઘટાડીને રાહત આપવાના મૂડમાં નથી. તેથી ૫૫ વર્ષની ટોચે પહોંચેલા પેટ્રોલનો ભાવ હજુ વધી શકે છે. નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સામાન્ય લોકોને રાહત આપવા એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાના પક્ષમાં નથી, પરંતુ મિનિસ્ટ્રી ઇચ્છે છે કે રાજ્યોએ ઇંધણ પર સેલ્સ ટેક્સ કે વેટમાં ઘટાડો કરવો જાઇએ.
પેટ્રોલની કિંમત ૭૪.૫૦ પ્રતિ લીટર (દિલ્હીમાં) થઇને ૫૫ મહિનાની ઊંચી સપાટી પર પહોંચી છે. જ્યારે ડીઝલની કિંમત રેકોર્ડ ૬૫.૭૫ રૂપિયાના રેકોર્ડ લેવલે પહોંચી છે. તેથી ગ્રાહકો પર થોડો બોજા ઓછો કરવા ફરી એકવાર એક્સાઇઝ ડ્યુટીમાં કાપની માગ ઊઠી છે.
સરકાર ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ની તુલનામાં ફિસ્કલ ડેફિસિટને ૩.૩ ટકા પર રાખવાના ટાર્ગેટ પર કામ કરી રહી છે. ગયા વર્ષે આ ટાર્ગેટ ૩.૫ ટકા હતો. અધિકારીએ જણાવ્યું કે ઓઇલ મિનિસ્ટ્રીએ હજુ સુધી સત્તાવાર રીતે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવા જણાવ્યું નથી. તેમણે કહ્યુ કે, ર્ફ્યુઅલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ૧ રૂપિયાના કાપથી સરકારને રૂ.૧૩,૦૦૦ કરોડનું નુકસાન થશે.’
અધિકારીએ કહ્યુ કે, રાજ્યોએ ગ્રાહકો પર બોજ હળવો કરવા માટે ઇંધણ પરના વેટને ઘટાડવો જાઇએ. તેમણે જણાવ્યું કે, ર્ગ્રાહકો કિંમતમાં માટે ૧-૨ રૂપિયાના ઘટાડા કરતા વધુ મહત્વની ફિસ્કલ ડેફિસિટ છે. એક કે બે રૂપિયાના વધારાથી ફુગાવા પર અસર નથી પડતી.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY