વીસાવદર યાર્ડમાં તુવેર કૌભાંડમાં તપાસ શરૂ, બે બોરીમાં નીકળી હલકી ગુણવત્તાની તુવેર

0
24

માત્ર ૧૦ ટકા જ તુવેર સારી ગુણવત્તાની જોવા મળી
જૂનાગઢ,તા.૨૮
વિસાવદરના કોંગ્રેસી ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ શનિવારે વિસાવદર યાર્ડમાં ખરીદાયેલી તુવેરમાં પણ ભેળસેળ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઘટના બાદ આજે સરકાર દ્વારા તુતુવેરની તપાસ કરવામાં આવી રહી છે. ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ તપાસ કરતા તુવેરનો નબળો જથ્થો મળી આવ્યો હતો. અમુકતુવેરનાં કટ્ટા માં હલકી તુવેર અને ફોફા જેવી તુવેર જોવા મળી હતી. જેથી રીબડીયાએ કહ્યું કે કેશોદ જેવું જ કૌભાંડ વિસાવદરમાંથી બહાર આવશે.
તુવેરની તપાસ કરવા માટે ગ્રેડરોની જરૂર પડે છે. પરંતુ તે ગ્રેડરો મોડે સુધી ન આવતા તુવેરની તપાસ ટલ્લે ચડી હતી. જા કે બાદમાં ગ્રેડર આવ્યા બાદ ટેગ વગરની તુવેર તપાસવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. પ્રાપ્ત અહેવાલો મુજબ યાર્ડમાં રહેલી તુવરમાંથી કેટલીક બોરીઓમાંથી રજિસ્ટ્રેશન નંબર વગરની કેટલીક બોરીઓમાંથી હલકી ગુણવત્તાનો માલ મળી આવ્યો હતો.
નિગત તપાસ કરે તે પહેલા હર્ષદ રીબડીયાએ મીડિયાને સાથે રાખી ચેકીંગ કર્યું હતું. જેમાં માત્ર ૧૦ ટકા જ તુવરે સારી ગુણવત્તાની જાવા મળી હતી.હર્ષિદ રીબડીયાએ કહ્યું કે કેશોદ જેવુ જ વિસાવદરમાં તુવેર કૌભાંડ નીકળી શકે છે. મહત્વનું છે કે ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય રીબડીયાએ તપાસને લઈને ધરણાં કર્યા હતા. રીબડીયાના ઉપવાસના પગલે સરકારે વિસાવદર યાર્ડમાં રખાયેલી તુવેરની તપાસના આદેશ આપ્યા હતાં. સરકારના આદેશ મુજબ ગુજરાત પુરવઠા નિગમના અધિકારી, પોલીસ અધિકારી અને કલેક્ટર તેમજ એમએલએ રીબડીયાની હાજરીમાં યાર્ડમાં રખાયેલી તુવેરના સેમ્પલ લઈ તપાસ કરવામાં આવી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY