વિજય માલ્યાની સંપત્તિની હરાજીમાંથી 963 કરોડની વસૂલાત

0
73
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ કરેલો દાવો

ભારતની બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લઈને લંડન ફરાર થઈ જનાર ઉદ્યોગપતિ વિજય માલ્યા ચારે તરફથી ભીંસમાં આવી રહ્યા છે. માલ્યાને લોન આપનાર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ દાવો કર્યો છે કે માલ્યાની જપ્ત કરાયેલી સંપતિની હરાજી થકી બેન્કે 963 કરોડ રૃપિયાની વસુલાત કરવામાં આવી છે. અન્ય સંપત્તિઓની હરાજી માટેની કાનૂની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. માલ્યા હવે બંને બાજુથી ફસાયા છે કારણકે બ્રિટનમાં ચાલી રહેલા એક કેસમાં હાઈકોર્ટે ભારતીય બેન્કોની તરફેણમાં ચુકાદો આપતા કહ્યુ છે કે બ્રિટિશ અધિકારીઓ માલ્યાની લંડન સ્થિત પ્રોપર્ટીની તપાસ અને જપ્તી કરી શકે છે. આ માટે પોલીસની મદદ પણ જરુર પડે તો તેઓ લઈ શકે છે. બેન્કો પાસેથી 9000 કરોડ રુપિયાની લોન લેનાર માલ્યા છેલ્લા 2 વર્ષથી લંડનમાં એશો આરામીની જીંદગી જીવી રહ્યા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY