ન્યુ દિલ્હી,તા.૧૭
મીટૂના આરોપથી ઘેરાયેલા કેન્દ્રીય મંત્રી એમ જે અકબરે રાજીનામું આપ્યું છે. વિદેશ રાજ્યમંત્રી પદ પરથી એમ જે અકબરે રાજીનામું આપી દીધુ છે. મંત્રી એમ જે અકબરે રાજીનામું આપ્યા બાદ કહ્યું છે કે, મારી પર લાગેલા આરોપો સામે કાયદાકીય લડાઈ લડીશ. મને કાનૂન પર ભરોસો છે. મારી પર લગાવવામાં આવેલા જૂઠા આરોપોને હું કોર્ટમાં પડકારીશ.
અકબરે પોતાના રાજીનામામાં લખ્યું છે કે, મે કોર્ટમાં ન્યાય લેવાનો નિર્ણય લીધો છે, જેથી મને લાગ્યું કે મારે પહેલા રાજીનામું આપવું જાઈએ. હવે હું મારી પર લાગેલા જુઠા આરોપોને કોર્ટમાં પડકારીશ. જેથી મે વિદેશ રાજ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે.
અકબરે આ આરોપોને રાજનીતિ ગણાવી કહ્યું કે, અગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીના કારણે તેની પર આ પ્રકારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. આ રીતના આરોપો સામે આવતા જ વિપક્ષ પાર્ટીઓ વારંવાર અકબરના રાજીનામાની માંગ કરી રહી છે.
અકબરે રવિવારે પોતાની સફાઈ આપતા કહ્યું હતું કે, મારી પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે, તે એકદમ આધારહિન છે. આનાથી મારી ઈમેજને ખુબ નુકશાન પહોંચ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા જ આવા આરોપો કેમ લાગ્યા. શું આ કોઈ એજન્ડા છે. તમે જજ છો. આ ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે, જેથી મારી પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવામાં આવે. તેમણે કહ્યું કે, જૂઠના પગ નથી હોતા, પરંતુ આમાં ઝહેર હોય છે. જેનાથી માત્ર ઉન્માદ ફેલાવી શકાય છે. આ આરોપો પરેશાન કરનારા છે.
ઉલ્લેખનીય છે કે એમ જે એકબર પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે. #Me Too આંદોલને જાર પકડવાની સાથે ‘ધ એશિયન એજ’ સમાચાર પત્રમાં કામ કરી ચુકેલી ૨૦ જેટલી મહિલા પત્રકારોએ એમ જે અકબર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ તમામ ૧૯ મહિલા પત્રકારોએ રમાનીની સમર્થનમાં હસ્તાક્ષર કર્યા છે. આ સાથે ડેક્કન ક્રોનિકલની એક પત્રકાર ક્રિસ્ટીના ફ્રાંસિસે પણ આ નિવેદન પર હસ્તાક્ષર કર્યા છે.
આ મહિલા પત્રકારોએ પોતાના હસ્તાક્ષરવાળા નિવેદનમાં કહ્યું છે કે, રમાની પોતાની લડાઈમાં એકલી નથી. રમાનીના નિવેદનમાં હસ્તાક્ષર કરનારી મહિલાઓમાં મીનલ વધેલ, મનીષા પાંડે, તુષિતા પટેલ, કણિકા ગેહલોત, સુપર્ણા શર્મા, રમોલા તલવાર બાદામ, હોઈહનુ હૌજેલ, આયશા ખાન, કુશલરાની ગુલાબ, કનીજા ગજારી, માલવિકા બેનરજી, એટ જયંતી, હામિદા પાર્કર, જાનાલી બુરાગોહેન, મીનાક્ષી કુમાર, સુજાતા દત્તા સચદેવા, રેશમી ચક્રવાતી, કિરણ મનરાલ અને સંજરી ચેટરજી સામેલ છે.
તમને જણાવી દઈએ કે મંત્રી એમ જે અકબરે પોતાના પર લાગેલા આરોપોને ફગાવી સોમવારે રમાની વિરુદ્ધ અપરાધિક માનહાનીની ફરિયાદ દાખલ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




