નોઈડામાં ધો.૧૧માં ભણતી વિદ્યાર્થીની સાથે ચાલુ કારમાં ગેંગરેપ

0
16

આરોપીઓમાંથી એક વિદ્યાર્થીનીનો સંબંધી અને એક ક્લાસમેટ
ન્યુ દિલ્હી,તા.૨૪
ગ્રેટર નોઈડામાં એક ખાનગી સ્કૂલની ધોરણ-૧૧માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કારમાં ત્રણ લોકોએ બંધક બનાવીને તેના પર ચાલુ કારમાં જ ગેંગ રેપ કર્યો હોવાનું બહાર આવતાં અરેરાટી મચી ગઈ છે. આરોપીઓમાંથી એક વિદ્યાર્થિનીનો સંબંધી અને એક ક્લાસમેટ છે. આ ત્રણેય ૧૧ કલાક સુધી આ સગીરાને શહેરના રસ્તાઓ પર ચાલતી કારમાં લઈ જઈ ગેંગ રેપ કર્યો અને અડધી રાતે નોલેજપાર્કના સૂમસામ રસ્તા પર ફેંકીને નાસી ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ ૧૮ એપ્રિલે આ વિદ્યાર્થિની સ્કૂલબસ ચૂકી જતાં તે પગપાળા ઘરે જઈ રહી હતી. એવો પણ આરોપ છે કે પોલીસે ત્રણ દિવસ સુધી આ મામલો દબાવી રાખ્યો હતો, જાકે હવે આ મામલે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ગ્રેટર નોઈડા કોતવાલી પોલીસના જણાવ્યા અનુસાર પી-૩ સેક્ટર Âસ્થત એક કોલોનીમાં રહેતી આ વિદ્યાર્થિની સગીર છે અને કાસનામાં આવેલી એક ખાનગી સ્કૂલમાં ધોરણ-૧૧માં અભ્યાસ કરે છે.
તે બસ દ્વારા સ્કૂલ જાય છે. ગત ૧૮ એપ્રિલે પણ તે સ્કૂલમાં બસ દ્વારા જ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર અઢી વાગ્યા બાદ સ્કૂલથી છૂટ્યા બાદ તેની સ્કૂલબસ મિસ થઈ ગઈ હતી અને તે તેના મિત્ર સાથે પગપાળા ઘરે જઈ રહી હતી. આ દરમિયાન તેનો દૂરનો સંબંધી નવીન અને ક્લાસમેટ અંકિત અન્ય એક યુવક સાથે કારમાં ત્યાં આવ્યા હતા અને ઘર છોડવાના બહાને સગીરાને કારમાં બેસાડી હતી.
વિદ્યાર્થિનીનો આરોપ છે કે કારમાં બંધક બનાવીને ત્રણેયે તેનું મોં બંધ કરી દીધું હતું અને ચાલતી કારમાં ત્રણેયે ગેંગ રેપ કર્યો હતો. ત્રણ વાગ્યે જ્યારે તે ઘરે ન પહોંચી ત્યારે તેનાં પરિવારજનોએ તેની શોધ શરૂ કરી દીધી હતી. સ્કૂલમાંથી જાણવા મળ્યું કે તે સ્કૂલથી નીકળી ગઈ છે. બાદમાં પરિવારજનોએ ગ્રેટર નોઇડા કોતવાલીમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY