વિદેશમાં પૈસા કમાઈને દેશમાં મોકલાવનારા લોકોમાં ભારતીયો ચીનાથી આગળ

0
7

૨૦૧૭માં ભારતીયોએ ૬૯ અબજ ડોલર મોકલ્યા,જે ગત વર્ષની તુલનામાં ૯.૯ ટકા વધારે
ન્યુ દિલ્હી/વાશિંગ્ટન,તા.૨૪
વિદેશમાં સ્થિતિ પોતાના દેશના લોકો પાસેથી ધન પ્રાપ્ત કરવામાં ભારત મોખરાના સ્થાન પર રહ્યુ છે. વિશ્વ બેંકે કÌšં છે કે ૨૦૧૭માં વિદેશમાં વસેલા ભારતીયોએ પોતાના ઘરપરિવારના લોકોને ૬૯ અબજ ડોલર મોકલ્યા છે જે ગત વર્ષની તુલનામાં ૯.૯ ટકા વધારે છે. વિશ્વ બેંકના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૧૭માં વિદેશમાં વસેલા ભારતીયોએ દેશમાં ૬૯ અબજ ડોલર મોકલ્યા છે.
આ રકમ ગત વર્ષની તુલનામાં વધારે છે પરંતુ ૨૦૧૪માં પ્રાપ્ત ૭૦.૪ ડોલરથી ઓછી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે યૂરોપ, રશિયા અને અમેરિકામાં આર્થિક વિકાસ તેજ થવાથી રેમિટેંસમાં ઉલ્લેખનીય વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ઘણા ગરીબ દેશોની અર્થવ્યવસ્થાઓ માટે રેમિટેંસ મોટો સહારો હોય છે.
વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર કાચા તેલના ઉંચા ભાવો તેમજ યૂરો અને રૂબલમાં આવેલી મજબૂતીથી રેમિટેંસ વધ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સમીક્ષાધીન અવધિમાં જ્યાં ભારતને ૬૯ અરબ ડોલરનું રેમિટેંસ મળ્યું ત્યાં જ ૬૪ ડોલર સાથે ચીન બીજા સ્થાન પર રહ્યુ છે. ફિલિપીંઝને ૩૩ ડોલર, મેક્સિકોને ૩૧ અરબ ડોલર, નાઈજીરીયાને ૨૨ અરબ ડોલર અને મિસ્ત્રને ૨૦ અરબ ડોલર રેમિટેંસથી મળ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY