સુંદર પિચાઇની મિલકતમાં ૨,૫૦૦ કરોડનો ઉમેરો થશે

0
89

ગૂગલ સીઈઓ આ હોલ્ડિંગ બજારમાં વેચે તેવી શક્યતા
સિલીકોનવેલી,તા.૨૪
વિશ્ર્વ વિખ્યાત કંપની ગૂગલના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (સીઈઓ) તરીકે ૨૦૧૫મા નીમાયા અગાઉ તેમને ફાળવાયેલા ગૂગલના સાડા ત્રણ લાખથી અધિક શેર્સ આજે તેમના માટે સોનાની લગડી કરતાંય વધુ મૂલ્યવાન પુરવાર થઈ રહ્યા છે. માત્ર ૪૫ વર્ષની વયના ગૂગલના વર્તમાન સીઈઓ સુંદર પિચાઈ બુધવારે (આવતીકાલે) તેમનું આ હોલ્ડિંગ બજારમાં વેચે તેવી શક્યતા છે. ગત સપ્તાહના ગૂગલના શેરનો સરેરાશ ભાવ (અંદાજે ૧૦૭૫ ડાલર શેરદીઠ) જાતાં આ હોલ્ડિંગ ૩૮ કરોડ ડાલર્સ (અંદાજે રૂ. ૨,૫૦૦ કરોડ)નું મૂલ્ય ધરાવે છે. કોઈ પણ પબ્લિકલી લિસ્ટેડ કંપનીના એક્ઝિક્યુટીવને તાજેતરના ભૂતકાળમાં ચૂકવાયેલું હોય તેમાંનું આ સોથી મોટું પે-આઉટ (ચુકવણી) હોઈ શકે છે, એમ સમાચાર સંસ્થા બ્લૂમબર્ગે કરેલી આંકડાકીય માહિતી પરથી જાણવા મળ્યું હતું.ગૂગલના સહસ્થાપક લેરી પેજનો હોદ્દો અને જવાબદારી પિચાઈને ૨૦૧૫માં સોંપવામાં આવી તે અગાઉ તેઓ કંપનીમાં ૨૦૧૪ સુધી સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ (પ્રોડક્ટસ) હતા ત્યારે તેમને ૩,૫૩,૯૩૯ શેર્સ સ્ટોક ઓપ્શન તરીકે ફાળવવામાં આવ્યા હતા. આલ્ફાબેટ ઈન્કોર્પોરેટેડ (ઈન્ક), ગૂગલની માલિકી ધરાવે છે અને તેનાં શેર્સ શેરબજારોમાં લિસ્ટ થયા છે, તેનું મૂલ્ય ૨૦૧૪થી અત્યારે ૯૦ ટકા વધી ગયું છે.
બ્લૂમબર્ગના ડૅટા મુજબ ૨૦૧૬માં એસએન્ડપી ૫૦૦ની કંપનીઓના સીઈઓએ સરેરાશપણે ૧.૬૨ કરોડ ડાલર્સ તેમને ફાળવાયેલા શેર્સ વેચીને મેળવ્યા હતા. ભૂતકાળમાં અન્ય ટોચના ટૅક્નોલાજી એક્ઝિક્યુટીવ્સે પણ જંગી પેકેજ ઈ-ઓપ-સ્ટોક ઓપ્શન્સ વેચીને મેળવ્યું હોવાના દાખલા છે. તેમાં ફેસબુકના માર્ક ઝકરબર્ગે તેમને કંપનીના આઈપીઓ દરમિયાન મળેલા છ કરોડ શેર્સ વેચીને ૨.૨૮ અબજ ડાલર્સ ઓગસ્ટ ૨૦૧૨મા મેળવ્યા હતા. તેના થોડા મહિનાઓ બાદ, ઝકરબર્ગની નાયબ અધિકારી શેરીલ સેન્ડબર્ગે પણ ૮૨.૨૦ કરોડ ડાલર્સનાં શેર્સ બજારમાં વેચી દીધા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY