વાંકાનેરના ગ્રામ્ય પંથકની રહેવાસી માનસિક અસ્થિર સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હોય જે મામલે ભાંડો ફૂટ્યા બાદ સગીરાની માતાએ વાંકાનેર તાલુકા પોલીસમાં દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે પોલીસે આરોપીને ઝડપી લીધો છે
ચકચારી બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેરના ગ્રામ્ય પંથકમાં રહેતી એક માનસિક અસ્થિર સગીરાને ઉલટીઓ થવા સહિતની તકલીફ થતા મેડીકલ ચેકઅપ માટે લઇ જવામાં આવી હતી અને ડોકટરોએ ચેકઅપ કર્યા બાદ તેને ગર્ભ હોય તેવું નિદાન કર્યું હતું અને ત્યારબાદ માનસિક અસ્થિર સગીરા સાથે એક ઇસમેં અનેક વખત દુષ્કર્મ આચર્યું હોય તેની પરિવારને જાણ થતા સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદીના જણાવ્યા અનુસાર તેની ૧૪ વર્ષની દીકરી માનસિક અસ્થિર હોય જેના ભોળપણનો લાભ લઈને રાજકોટના રહેવાસી સાગર રસિક ડાંગર નામના શખ્શે તેની સાથે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હોવાની ફરિયાદને પગલે વાંકાનેર તાલુકા પોલીસે પોસ્કો એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી
દુષ્કર્મના આરોપીને ઝડપી લેવા જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલ અને પીએસઆઈ બી ડી પરમારની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેરના નાના ખીજડીયા ગામના પાટિયા પાસેથી આરોપી સાગર રસિક ડાંગર રહે રાજકોટ વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




