ભાજપે ચૂંટણી ન લડવા ૫૦ કરોડ ઓફર કર્યાં હતા : તેજ બહાદુરનો દાવો

0
7

વારાણસી,તા.૩
બીએસએફના બરખાસ્ત જવાન અને વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરનાર તેજ બહાદુર યાદવે વારાણસીમાં મીડિયા સાથે વાત કરતા ભાજપ ઉપર ગંભીર આરોપ મુકિયો હતો. તેજ બહાદુરે કહ્યું કે તેમને ભાજપના નેતાઓએ ચૂંટણી ન લડવાના બદલામાં ૫૦ કરોડ રૂપિયાની ઓફર આપી હતી.
તેજ બહાદુરે દાવો કર્યો કે તેઓ જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકેનું ફોર્મ ભર્યા બાદ પાછા ફર્યાં ત્યારથી જ ભાજપના નેતા તેમનો સંપર્ક કરવા લાગ્યાં હતાં. જાકે તેજ બહાદુરનું ઉમેદવારીપત્ર રદ્‌ થઇ ચુકવ્યું છે. જાકે તેજ બહાદુરે કોઇ ભાજપ નેતાનું નામ ન લીધું. તેમણે એવી આશંકા પણ વ્યક્ત કરી કે ભાજપના લોકો તેમની હત્યા પણ કરાવી શકે છે.
ઉમેદવારીપત્ર રદ્‌ થયા બાદ તેજ બહાદુરે પહેલી વખત મીડિયા સાથે વાત કરતા કહ્યું કે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવનો ગેમ પ્લાન હતો કે તેઓ બે વખત ઉમેદવારી પત્ર ભરે. તેજ બહાદુરે કહ્યું કે તેમને પૂરી ખાતરી હતી કે વડાપ્રધાન મોદી તેમનું ઉમેદવારી પત્ર કોઇ પણ ભોગે રદ્‌ કરાવશે એટલા માટે તેમણે શાલિની યાદવનું ઉમેદવારી પત્ર તૈયાર રાખ્યું હતું. તેજ બહાદુરે કહ્યું કે હવે તેઓ વારાણસીમાં ફરીને શાલિની યાદવના સમર્થનમાં અને વડાપ્રધાન મોદી વિરુદ્ધ મત માંગશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY