જોધપુર ગામપંચાયત માં ગુજરાત એસીબી નો સપાટો

0
44

મદદનીશ નિયામક એન્ટી કરપ્શન બ્યુરો રાજકોટ એકમ ના એ.પી.જાડેજા ને મળેલ ફરિયાદ ના અનુસંધાને એસીબી. પી.આઈ.સી જી સુરેજા ને આપેલ સૂચના મુજબ આરોપી (૧) ઝીણીબેન ઓધનજીભાઈ નકુમ ઉપ સરપંચ જોધપુર ગ્રામપંચાયત
(૨) ધનજીભાઈ પુંજાભાઈ નકુમ રહે.જોધપુર(3)રણછોડભાઈ વલ્લભભાઈ સોનગરા
અધ્યક્ષ,પાણી સમિતી તથા ગ્રામ પંચાયત જોધપુર મહિલા સરપંચ સંતોકબેન રશીકભાઈ ના સસરા તા- કલ્યાણપુર જી.દેવભૂમિ દ્વારકા એ ફરિયાદી દ્વારા કલ્યાણપુર તાલુકાના જોધપુર ગામમા વાસ્મો યોજના હેઠળ પાણી ની પાઈપ લાઈન બીછાવવાનુ તથા પાણી નો સમ્પ બનાવવાના કોન્ટ્રકટનું કામ જોધપુર ગામ પાણી સમિતી મારફતે રૂ.- ૮,૫૩,૧૭૫ /- નું કામ સને ૨૦૧૭ મા રાખેલ જેનું પેમેન્ટના ચેકમા સહી કરાવવા માટે ફરિયાદી એ આરોપી નં -૧ ને કહેતા આરોપી નં-૧ તથા ૨ એ રુ.૪૦૦૦૦/- ની ડીમાન્ડ કરેલ તેમજ આરોપી નં -3 એ રૂ.૩૦૦૦૦/- ની ડીમાન્ડ કરેલ જેમા ૧૦૦૦૦/- રોકડા તથા રૂ.-૨૦૦૦૦/-નો ચેકઆપવાનું નક્કી થયેલ તે મુજબ આજરોજ નિયત સ્થળે આરોપીઓએ આરોપી નંબર ૧ વતી આરોપી નંબર ૨ નાએ રુપીયા ૪૦,૦૦૦/- તથા આરોપી નંબર ૩ નાએ રુપીયા ૧૦,૦૦૦/- તથા રુપીયા ૨૦,૦૦૦/- ચેક કુલ રૂ-૫૦૦૦૦/સ્વીકારતા ટ્રેપ માં ૨૪/૪/૨૦૧૮
ભોગાત એસ.બી.આઈ બેંક કલ્યાણપુર જી.દેવભૂમિ દ્વારકા
આરોપી નંબર ૧ વતી આરોપી નંબર ૨ નાએ રુપીયા ૪૦,૦૦૦/- તથા આરોપી નંબર ૩ નાએ રુપીયા ૧૦,૦૦૦/- ચરક માં પકડાઈ જતા આગળ ની તપાસ પી આઈ. સી. જી. સુરેજા પો.ઇન્સ. દેવભૂમિ દ્વારકા એ હાથ ધરી છે.

રિપોર્ટરઃ બ્રિજેશ રાઠોડ
મો- ૯૩૭૬૧૯૩૧૩૦

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY