નર્મદાને વહેતી કરવા શું કરાયું જાણો…

0
9

કરજણ ડેમમાંથી 600 ક્યુસેક પાણી છોડાયું,પાંચ દિવસ પાણી છોડતા નર્મદામાં પાણી દેખાયું 

અમાસ અને પૂનમ ના બે દિવસ આગળ અને બે દિવસ પાછળ એવો સરકારનો સ્ટેન્ડિંગ ઓર્ડર છે. 

રાજપીપળા : નર્મદા જિલ્લામાં બે મોટા ડેમો આવેલા છે, જેમાં બંને ડેમો માં 50 ટકાથી વધુ ભરેલા છે, પરંતુ નર્મદા નદીની હાલત બહુ બત્તર છે કેમકે નર્મદા નદીાં પાણી નથી અને ચાલતા નદી પાર કરી દેવાય એવી સ્તિથી છે ત્યારે નર્મદાને જીવંત રાખવા સરકાર દ્વારા છેલ્લા કેટલાય મહિનાથી નર્મદામાં કરજણ ડેમનું પાણી છોડવામાં આવૅ છે, તાજેતરમાં છેલ્લા ચાર દિવસથી કરજણ ડેમમાંથી 5 નંબરનો ગેટ ખોલી 600 ક્યુસેક પાણી છોડવામાં આવે છે, જે પાણી નર્મદામાં મળતા નર્મદા નદી વહેતી થઇ છે.

નર્મદા નદીમાં પાણી ઓછું હોય જેને લઈને ભક્તો અને સાધુ સંતોની આસ્થાને ઠેસ પહોંચે છે જેમાં પૂનમ હોય અમાસ હોય નર્મદામાં સ્નાનનું મહત્વ હોય ખાસ કરીને ભરૂચ તરફ ખારાશ પથરાઈ ગઈ છે જેથી નર્મદામાં પાણી છોડવાની માંગ વધી હતી જેથી ગુજરાત સરકાર જળસંપત્તિ વિભાગે પૂનમ અને અમાસના આજુબાજુના દિવસોમાં પાણી છોડવાની સૂચના કરજણ જળાશય આધિકારીઓને આપી છે જે સ્ટેન્ડિંગ ઓર્ડરને લઈને હાલ દર પૂનમ અને અમાસના બે દિવસ પહેલા અને પછી એમ પાંચ દિવસ પાણી છોડવામાં આવ્યું

કરજણ નદીમાં 600 ક્યુસેક પાણી છોડતા હજારો ક્યુસેક પાણી નદીમાં ઠલવાયું જેમાં નર્મદા નદી વહેતી થઇ અને નર્મદા નદીમાં પાણી આવતા કિનારાના લોકોને પાણી મળ્યું જોકે આટલી વિશાળ નદીમાં આ પાણી ઘણું ઓછું કહેવાય પણ આવા અમાસ પૂનમના દિવસમાં લોકો સ્થાન કરી શકે એટલું પાણી વહેતુ થયું હતું જે આનંદની વાત છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY