આસારામને સકંજામાં લેનારને ૧૬૦૦ ધમકીભર્યા પત્ર મળ્યા

0
15

(સંપૂર્ણ સમાચાર સેવા)
જાધપુર,
જાધપુરની ખાસ અદાલતે આજે રેપના મામલામાં આસારામને દોષિત ઠેરવીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આસારામને માત્ર ૧૧ દિવસના ગાળામાં જ પકડી લેનાર આઈપીએસ અધિકારીને ૧૬૦૦ ધમકીભર્યા પત્રો મળ્યા હતા. આસારામને આ મામલામાં દોષિત જાહેર થાય તે દિશામાં આગળ વધારવાની બાબત એટલી સરળ ન હતી. આ સંવેદનશીલ મામલાને અંજામ સુધી પહોંચાડવાની બાબત સરળ ન હતી. આઈપીએસ અધિકારી અજયપાલ લાંબાની ભૂમિકા આ કેસમાં ચાવીરૂપ રહી છે. પોલીસના સકંજામાં આસારામ કઈ રીતે આવ્યા તે જાણવાની બાબત પણ રોચક છે. આઈપીએસ અધિકારી અજય લાંબા તે દિવસે પોતાની ઓફિસમાં હતી. તે દિવસે દિલ્હીની એક ટીમ સગીરા બાળકી અને તેમના પિતાની સાથે તેમને મળવા ૨૧મી ઓગષ્ટ ૨૦૧૩ના દિવસે પહોંચી હતી. લાંબા તે વખતે જાધપુર વેસ્ટના ડેપ્યુટી કમિશનર હતા. બાળકીએ આસારામ પર શોષણનો આક્ષેપ મુક્યો હતો. હાલમાં એન્ટીકરપ્શન બ્યુરોમાં ફરજ બજાવી રહેલા લાંબા યાદ કરતા કહે છે કે કઈ રીતે તેમને પહેલા તો સગીરાની વાત પર વિશ્વાસ થયો ન હતો. સૌથી પહેલા તો લાગ્યું હતું કે આસારામની પ્રતિષ્ઠા ખરડવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ મોડેથી બાળકી અને તેમના પરિવાર પર વિશ્વાસ બેઠો હતો. તેમનું કહેવું છે કે આ બાળકીએ જાધપુરથી આશરે ૩૮ કિલોમીટરના અંતરે Âસ્થત આસારામના મણઈ ગામ Âસ્થત આશ્રમ અંગે પુરતી માહિતી આપી હતી અને નકશો પણ બતાવ્યો હતો. જ્યા તેની સાથે શોષણ કરવામાં આવ્યું હતું. તે વખતે તેમને લાગ્યું હતું કે કોઈ વ્યÂક્ત ઘટના સ્થળે પહોંચ્યા વગર કઈ રીતે માહિતી આપી શકે છે. ત્યારબાદ તેઓએ તપાસ હાથ ધરી હતી. મોડેથી જાણવા મળ્યું કે મેરઠના એક પરિવારે પણ સ્થાનિક પોલીસ સમક્ષ આસારામની સામે આવી જ ફરિયાદ કરી હતી. જ્યારે તેઓ પરિવારને મળવા પહોંચ્યા ત્યારે પરિવારે ફરિયાદ કરવાથી ઈનકાર કરી દીધો હતો. આને લઈન પોલીસની શંકા મજબૂત થઈ હતી. પોલીસને મોટી સફળતા ૩૧મી ઓગષ્ટના દિવસે મળી હતી. આસારામ અંગે કોઈ માહિતી ન હતી છતાં પાંચ પોલીસ અધિકારીઓ અને છ કમાન્ડોની એક ટીમને ઈન્દોરમાં તેમના આશ્રમમાં મોકલવામાં આવી હતી. તે વખતે જાધપુરમાં એક પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી. જેમાં કહ્યું હતું કે આસારામ પર નજર રાખવામાં આવી રહીછે. આનાથી ભડકી જઈને આસારામ ભોપાલ વિમાની મથકે પહોંચ્યા હતા. અમે પત્રકારોને આ બાબત કહી દીધી હતી. આસારામ પોતાના ઈન્દોર આશ્રમમાં પહોંચ્યા હતા. તેમને આ વાતની માહિતી ન હતી કે પોલીસ ટીમ પણ પહોંચી ચુકી છે. આસારામ અને તેમના લોકોએ પોલીસને લાલચ આપવાના પ્રયાસ કર્યા હતા. એક મોટી લાલચ સાથે જંગી રકમની ઓફર કરવામાં આવી હતી. આના કારણે લોકોના વિશ્વાસના લીધે પોલીસ ટુકડી આગળ વધી હતી. ત્યારબાદ ઓછામાં ઓછા ૧૬૦૦ એવા પત્રો મળ્યા હતા. જેમાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY