સરકાર દ્વારા બેન્કની સ્વાયતતાને ખતરો પહોંચાડવામાં આવતો હોવાનો આરોપ બેન્કની આઝાદી ન છીનવે સરકાર : RBIના કર્મચારી યુનિયને લખ્યો પત્ર

0
22

મુંબઈ,તા.૩૦
તપાસ એજન્સી CBIમાં ચાલી રહેલા ઘમાસાણમાં ફસાયેલી કેન્દ્ર સરકાર માટે હવે નવી મુસીબત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી ઊભી થઈ છે. RBIના વરિષ્ઠ અધિકારીઓએ કેન્દ્ર સરકાર પર રિઝર્વ બેન્કના કામકાજમાં દખલગીરી કરવાનો આરોપ લગાવ્યા છે.સરકાર જો આ પ્રકારની દખલગીરી બંધ નહીં કરે તો તેના પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચેતવણી પણ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ આપી છે. આ નિવેદન ઉપરાંત ઇમ્ૈંના કર્મચારી યુનિયને એક પત્ર લખીને જણાવ્યું છે કે, સરકાર દ્વારા બેન્કની સ્વાયતતાને ખતરો પહોંચાડવામાં આવી રહ્યો છે.
બીજી તરફ કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્કના ગવર્નર વચ્ચેના મતભેદો બહાર આવી રહ્યાં છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ પ્રકારના સમાચારોથી રોકાણકારોમાં દેશની છબી ખરાબ થઈ શકે છે. મળતી માહિતી મુજબ ઇમ્ૈં ગવર્નર ઉર્જિત પટેલે કેન્દ્ર સરકારની કઠપૂતળી બનવાનો સ્પષ્ટ ઈનકાર કરીને સરકારને બેન્કના કામકાજમાં કોઈ પ્રકારની દખલગીરી નહીં કરવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે લગભગ અડધો ડઝન નીતિગત બાબતો પર RBI અને કેન્દ્ર સરકાર વચ્ચેના મતભેદો સપાટીએ આવ્યા હતા. RBI મોંઘવારી દરને ધ્યાનમાં રાખીને વ્યાજદરમાં ઘટાડો કરવા તૈયાર નહીં હોવાથી કેન્દ્ર સરકાર ભારે નારાજ છે.
……………………..
ભાજપ-સંઘ સંસ્થાઓ ઉપર કબ્જા કરવા માંગે છે છ રાહુલ ગાંધી
ન્યુ દિલ્હી,તા.૩૦
પટેલના આ નિવેદનને લઇ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર ચાબખા માર્યા હતા. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી સેન્ટ્રલ બેંક બચાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે દેશ બીજેપી-આરએસએસને સંસ્થાઓ ઉપર કબજા કરવા દેશે નહી.
પટેલ અને ‘ટીમ મોદી’ વચ્ચેની અથડામણના સમાચાર પછી, રાહુલ ગાંધીએ કહ્યું કે આરબીઆઈને બચાવમાં ગવર્નરે વિલંબ કર્યો નથી.
રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરી જણાવ્યું છે કે, “સારું છે કે પટેલ આરબીઆઈને ‘શ્રી ૫૬’ થી બચાવી રહ્યા છે. ક્્યારેય નહીથી મોડુ સારૂ, ભારત ભાજપ/આરએસએસને આપણી સંસ્થાઓ પર કબજા નહીં કરવા દે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY