સરોજ ખાનના નિવેદન બાદ કમલ હાસને જણાવ્યું
ન્યુ દિલ્હી,તા.૨૫
કાસ્ટિંગ કાઉચને લઇને ચાલી રહેલા વિવાદ અને સરોજ ખાનના હાલના નિવેદન બાદ કમલ હાસને આ વિશે વાત કરતા કહ્યુ કે, ‘દરેક મહિલાને ના કહેવાનો હક છે અને તેને ફિલ્મ જગતમાં ફેલાઈ રહેલા કાસ્ટિંગ કાઉચનો વિરોધ કરવાનો પૂરો અધિકાર છે.’
કમલે પોતાના નિવાસ સ્થાનની બહાર બેઠેલી ગ્રામ પંચાયતની બેઠકમાં એક રિપોર્ટર દ્વારા પૂછવામાં આવેલા સવાલ પર આવો જવાબ આપ્યો હતો. સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે, ‘કોઈ પણ મહિલાએ આના પક્ષમાં બોલવા અને આને લઇને ફિલ્મ જગતમાં કામ કરી રહેલી અમારી બહેન-દીકરીઓના અધિકારને નીચું બતાવાનો હક નથી.’
જયારે તેમણે રેણુકા ચોધરીના નિવેદન પર પ્રતિક્રિયા આપવા માટે કહેવામાં આવ્યું તેના જવાબમાં કમલે જણાવ્યું, ‘ આ પોલિટિક્સના અંદરનું વધુ એક કરપ્શન છે. આને જળ મૂળ માંથી કાઢવા માટે પણ અમારે સાર્થક પ્રયત્ન કરવા પડશે.’
હકીકતમાં આ વિવાદે ફરી વેગ પાક્યો જયારે હાલમાં જ સરોજ ખાને કહ્યુ હતું કે, ‘આ બધું તો વર્ષોથી થતું આવ્યું છે દરેક છોકરી પર કોઈને કોઈ હાથ સાફ કરવાની કોશિશ કરતુ હોય છે. ફિલ્મ જગતમાં યુવતીનો રેપ કરીને તેને છોડી નથી દેતા, ગુજરાન ચલાવવા માટે કામ પણ આપે છે. માટે ફક્ત ફિલ્મ જગતની પાછળ જ ન પડવું જાઈએ. આ બધી વસ્તુઓ એક છોકરી પર છે તે શું કરવા માંગે છે.’
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





