ભ્રષ્ટાચારના આરોપ હેઠળ HALના સાત ઓફિસરો સામે સીબીઆઈએ કેસ દાખલ કર્યો

0
100

ન્યુ દિલ્હી,તા.૨૫
સીબીઆઇએ હિન્દુસ્તાન એરોનોટિકસ લિમિટેડ (HAL)ના ૭ ઓફિસરો સામે ભ્રષ્ટાચારના મામલે કેસ દાખલ કર્યો છે. આ સમગ્ર મામલામાં આરોપ છે કે જાન્યુઆરીથી ઓગષ્ટ ૨૦૧૮ સુધી કોન્ટ્રાકટરોને કંપનીના નાણાનું ષડયંત્ર અને દુરૂપયોગનાં આધાર પર લગભગ ૫ કરોડ રૂપિયાનું ચુકવણું કર્યું હતું.
૧૦ ઓકટોબરે થયેલી ફરિયાદ મુજબ મહિનાની શરૂઆતમાં જ ૬ માસિક ઓડીટ દરમ્યાન એ બાબતનો ખુલાસો થયો હતો કે કેટલાક વાઉચરના ચુકવણા કોઇ દસ્તાવેજ, બિલ, રસીદ વગર જ કરવામાં આવ્યા હતાં. રિપોર્ટમાં એ બાબત પણ સામે આવી હતી કે એક અધિકારીએ પસંદગીનાં કોન્ટ્રાકટરો સાથે મળીને સત્તાવાર દસ્તાવેજા તૈયાર કર્યા અને છેતરી પ કરોડ ચાંઉ કર્યા હતાં. HAL એરોસ્પેસ ક્ષેત્રની જાહેર કંપની છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY