ભરૂચઃ
૧લી મે સ્થાપના દિવસ અને ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ભરૂચ ખાતે ભવ્યાતિભવ્ય રીતે થશે. જેના માટેની સંપુર્ણ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હોવાનું ભરૂચ કલેકટર રવિ કુમાર અરોરાએ જણાવ્યું છે. ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી અવસરે મુખ્યમંત્રી સુજલામ સુફલામ જળસંચય અભિયાન, મુખ્યણમંત્રી એપ્રેન્ટી શશીપ યોજના, એલએનજી અને એલપીજી યોજનાનો રાજયવ્યા પી પ્રારંભ કરાવશે.
ભરૂચ કલેકટરાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કલેકટરએ જણાવ્યું હતું કે, ૧ લી મે સ્થાપના દિવસ અને ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી અવસરે ભરૂચ ખાતે યોજનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ત્રણ મહત્વાંકાંક્ષી યોજનાઓનો પ્રારંભ કરાવશે. અંકલેશ્વર તાલુકાના કોસમડી તળાવ ખાતે માન.મુખ્ય્મંત્રીની સવારે ૮-૩૦ વાગે અંકલેશ્વર ખાતે સુજલામ સુફલામ જળ અભિયાનનો કોસમડી તળાવ ખાતે શ્રમદાન કરી, રાજયવ્યાસપી પ્રારંભ કરાવશે. ૨૭ હેકટર તળાવમાં અઢીલાખ લીટર પાણી છે. તળાવને ઉડું કરીને ૧૭ કરોડ લીટર પાણીનો સંગ્રહ કરવાનું આયોજન છે. જેનાથી છ ગામના લોકોને પીવાનું પાણી મળી રહેશે.
મુખ્યમંત્રી તેમજ સવારે ૧૦-૩૦ વાગે કબીરવડ વિકાસ પરિયોજના હેઠળ યાત્રાધામ શુકલતીર્થ ખાતે નદીના પટમાં ધોવાણ અટકાવવા અને પર્યાવરણ જતન માટે સામુહિક વૃક્ષારોપણ તેમજ શુકલતીર્થ, કબીરવડ, મંગલેશ્વર અને અંગારેશ્વર યાત્રાધામોના વિકાસ માટે રૂા.૪૦ કરોડના પ્રોજેકટનો પ્રારંભ કરાવશે. શુકલતીર્થ ખાતે બે કિમી વિસ્તાૂરમાં સફાઇ સેવાભાવી સંસ્થામઓ આઠ દિવસ અભિયાન કરશે અને વૃક્ષારોપણ પણ થશે.
કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, ભરૂચ હોસ્ટેધલ ગ્રાઉન્ડ ખાતે બપોરે ૧૨ વાગે મુખ્યિમંત્રી એપ્રેન્ટીરશશીપ યોજનાનો પ્રારંભ મુખ્યનમંત્રીના હસ્તેે થશે. જેમાં ભરૂચ જિલ્લાના પાંચ હજાર યુવાનોને ખાનગીક્ષેત્રમાં એપ્રેન્ટીોસનો લાભ આપવામાં આવશે. આ ઉપરાંત મુખ્યશમંત્રીના હસ્તેપ પીએનજી/એલપીજી યોજના હેઠળ ૬પ૦ અને પ્રધાનમંત્રી ઉજ્જલા યોજના હેઠળ જિલ્લાના બે હજાર લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. ભરૂચ જિલ્લામાં અત્યાિર સુધીમાં પ્રધાનમંત્રી ઉજ્જલા યોજના હેઠળ પ૭ હજાર ઉપરાંત લાભાર્થીઓને ગેસ જોડાણ આપવામાં આવ્યાન છે. હોસ્ટેલ ગ્રાઉન્ડએ ખાતે વાયબ્રન્ટા ભરૂચ પ્રદર્શનનું પણ આયોજન થયું છે.
રાજયપાલ ઓ.પી.કોહલી અને મુખ્યનમંત્રી વિજયભાઇ રૂપાણી સાંજે પ-૦૦ વાગે ઝાડેશ્વર સાંઇ મંદિર ખાતે પોલીસ પરેડ અને અને ગુજરાત ગૌરવયાત્રાને ફલેગ ઓફ કરાવશે. ગૌરવયાત્રામાં પોલીસ અધિકારીઓ/કર્મચારીઓની પોલીસ વિભાગની ૨૪ પ્લાથટુનો ભાગ લેશે. જેમાં ચેતક કમાન્ડોા, અશ્વદળ પ્લા ટુન, મોટર સાયકલ સ્ટ્ન્ટ , આદિવાસી નૃત્યી મંડળીઓ અને વિવિધ જિલ્લામાંથી આવેલા નવ બેન્ડ્ પ્લા,ટુનો ભાગ લેશે. બે કિમીની ગૌરવયાત્રામાં ૧૫૦૦ જેટલા પોલીસ અધિકારી/કર્મચારીઓ સહિત આદિવાસી નૃત્યનમંડળીના કલાકારો ભાગ લેશે.
ભરૂચની ઐતિહાસિક વિરાસત અને ભરૂચની સંસ્કૃજતિને ઉજાગર કરતા ભવ્યા તિભવ્યા ભવ્યઅ ભરૂચ સાંસ્કૃમતિક કાર્યક્રમ કૃષિ યુનિવર્સિટી મેદાન ખાતે સાજં ૭ વાગે કાર્યક્રમ યોજાશે. જેમાં ભરૂચમાં નામના મેળવી હોય એવા નામાંકિતોનું રાજયપાલ ઓ.પી.કોહલી અને મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તેત સન્માદનિત કરવામાં આવશે. ‘ભવ્ય. ભરૂચ’ થીમ આધારિત કાર્યક્રમમાં ગુજરાત અને ભરૂચની વિરાસતને ઉજાગર કરતો કાર્યક્રમ રાજયના સાંસ્કૃિતિક વિભાગ દ્વારા થશે. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની જનતાને ભાગીદાર બનવા કલેકટર રવિ કુમાર અરોરાએ અપીલ કરી છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી અવસરે ભરૂચ જિલ્લામાં રૂા.૨૧૦ કરોડ ઉપરાંતના વિકાસકામોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ અને જાહેરાત કરવામાં આવી રહી છે. ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી અવસરે ભરૂચ શહેરને દુલ્હાનની જેમ શણગારવામાં આવી રહયું છે. માતરીયા તળાવ ખાતે લેશર શોનું પણ આયોજન કરવામાં આવ્યુંશ છે.
પ્રાપ્તિ વિગત અનુસાર તા.૩૦ મીએ સાહિત્યા કલા સંમેલનમાં ભરૂચની વિરાસત, કવિ સંમેલન, ભવાઇ કાર્યક્રમ પંડિત ઓમકારનાથ ભવન ખાતે યોજાશે. સાંજના ૭-૩૦ વાગે મશાલ રેલી ઝાડેશ્વર તળાવ ખાતે યોજાશે. તા.૨૮ થી ૩૦ દરમિયાન શષા પ્રદર્શન સવારે ૧૧ થી સાંજના ૭ વાગ્યાવ દરમિયાન ગુડવીલ હાઇસ્કુાલ શ્રવણ ચોકડી ખાતે યોજાશે. ભરૂચ શહેરમાં સૌ પ્રથમવાર યોજાઇ રહેલા શષા પ્રદર્શનમાં આધુનિક શષા પ્રદર્શન સાથે લોકોને માહિતગાર પણ કરવામાં આવશે. પત્રકાર પરિષદમાં મીડિયા કર્મીઓ ઉપસ્થિરત રહયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








