ગુજરાત રાજ્યના આરોગ્ય પ્રધાને ભરૂચ સિવિલ હોસ્પિટલની લીધી ઓચિંતી મુલાકાત

0
31

ભરૂચ;
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કેટલાય સમય થી ઘણી બધી સમસ્યાઓના લીધે ચર્ચામાં રહે છે કે તે પાણીનો પ્રશ્ન હોય કે દર્દીઓની સારવારનો પ્રશ્ન હોય કે પછી પોસ્ટમોર્ટમનો પ્રશ્ન હોય લોકો સિવિલના નામની વારંવાર બુમો પાડતા હોય છે ત્યારે આજ રોજ ગુજરાત રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી અને ભરૂચ ના જાગૃત ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્રારા ભરૂચ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લેતા આગોગ્ય ખાતું અને સિવિલ હોસ્પિટલના અધિકારીઓ દોડતાં થઈ ગયા હતાં.

જ્યારે દરેક વિભાગમાં ફરતાં પ્રધાન દર્દીઓની પણ મુલાકાત લઈને કોઈ તકલીફ છે કે કેમ તેની પણ તાપસ કરી હતી જ્યારે ઓર્થોપેડિક વોર્ડમાં એક દર્દીની સારવાર બાબતે આરોગ્ય પ્રધાન દ્રારા ડોકટરોને કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી.

જ્યારે મીડિયા સાથે વાતચિત કરતા તેવોએ જણાવ્યું હતું કે જે કઈ સમસ્યાઓ હાલમાં સિવિલ હોસ્પિટલમાં છે ચાલી રહી છે તે વહેલી તકે દૂર કરવામાં આવશે અને દર્દીઓને સારી સારવાર મળી રહે તેવા પ્રયત્નો સરકાર તરફ થી કરવામાં આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્ય પ્રધાનની ઓચિંતી મુલાકાત થી અધિકારીઓ અને સ્ટાફ દોડતા થયા હતા જો આવીજ રીતે દુઃખી દર્દીની સારવાર કરવામાં કરે તો ખરે ખર આપણો વિકાસ થયો દેખાશે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY