ગાંધી જયંતિ નિમિત્તે ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર હોલમાં ભજન સંધ્યા યોજાઇ ..

0
4

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર હોલમાં ભરૂચ નગરપાલિકા ધ્‍વારા સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત જુદી જુદી સ્‍પર્ધાઓમાં વિજેતા થયેલ ઉમેદવારો અને સહયોગી સંસ્‍થાઓનું સન્‍માન કરી ગાંધી જયંતિની અનોખી રીતે ઉજવણી કરી હતી. આ પ્રસંગે પૂ. બાપુને પ્રિય એવા ભજનો દેવેસ દવે અને તેના ગૃપ ધ્‍વારા સંગીતની સુરાવલી સાથે રજૂ થયા હતા.

આ કાર્યક્રમ વેળાએ ભરૂચના ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલ, જિલ્લા કલેક્‍ટરશ્રી રવિકુમાર અરોરા, નગરપાલિકાના પ્રમુખશ્રીમતી સુરભીબેન તમાકુવાલા, ઉપપ્રમુખશ્રી ભરતભાઇ શાહ, નગરપાલિકાની વિવિધ કમિટિના હોદ્દેદારો, સભ્‍યો, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી સોની સહિત અધિકારી -કર્મચારીઓ, સફાઇ કામદારો, વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્‍યા હતા.

આ પ્રસંગે ભરૂચના ધારાસભ્‍યશ્રી દુધષ્‍યંતભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, મહાત્‍મા ગાંધીજી સ્‍વચ્‍છતાના ચૂસ્‍ત આગ્રહી હતા. સ્‍વચ્‍છતા ત્‍યાં પ્રભુતા એ રાષ્‍ટ્રપિતા ગાંધીજીનો જીવનમંત્ર હતો ત્‍યારે ભરૂચ નગરપાલિકા સફાઇ કામદાર જેઓ સાચા અર્થમાં સ્‍વચ્‍છતાના સૈનિકો છે તેમનું સન્‍માન કરવા બદલ ધન્‍યતા અનુભવી હતી. તેમણે આ અવસરે સ્‍વચ્‍છતાને સ્‍વચ્‍છતાનો સ્‍વભાવ બનાવી ભરૂચ શહેરને સ્‍વચ્‍છ બનાવવામાં યોગદાન આપવાનો ઉપસ્‍થિત સૌને અનુરોધ ર્ક્‍યો હતો.

જિલ્લા કલેક્‍ટરશ્રી રવિકુમાર અરોરાએ સ્‍વચ્‍છતા બાબતે લોકોને જાગૃત કરવા જ પડશે અને તે માટે આપણે આવનારી પેઢીને સ્‍વચ્‍છતા બાબતે સંસ્‍કારોનું સિંચન કરીએ અને સ્‍વચ્‍છતાની શરૂઆત પોતાના થી જ શરૂ થવી જોઇએ તે માટે કટિબધ્‍ધ બનાવ ઉપસ્‍થિત સૌને અનુરોધ ર્ક્‍યો હતો.

નગરપાલિકાના પ્રમુખશ્રીમતી સુરભીબેન તમાકુવાલાએ સ્‍વચ્‍છ ભારત અભિયાનમાં દરેક નાગરિક સફાઇ પ્રત્‍યે સભાન બને અને શહેરને સંપૂર્ણ સ્‍વચ્‍છ બનાવે તેવી અપીલ કરી તમામ નાગરિકોને આ અભિયાનમાં જોડાવા અનુરોધ ર્ક્‍યો હતો. ગાંધી જયંતિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્‍વચ્‍છતાક્ષેત્રે ઉત્‍કૃષ્‍ઠ સેવા આપનાર સફાઇ કામદારો તથા સ્‍વચ્‍છતા અંગે નિબંધ, વકતૃત્‍વ તથા ચિત્રકામના વિજેતા વિદ્યાથીઓનું મહાનુભાવોના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું અને શ્રી દેવેશ દવે અને તેના ગૃપ ધ્‍વારા ભજન સંધ્‍યા યોજાઇ હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY